
પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ મંદિરે યોજાયો ભવ્ય ગણેશ યાગ
- ભૂદેવો સહિત અસંખ્ય લોકો જોડાયા




સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે છેલ્લા ચોવીસ વર્ષ થી વિધ્ન હર્તા ગણપતિ દાદા ના મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદા ની ખાસ પૂજાવિધિ અને ગણેશ યાગનુ આયોજન કરવામાં આવે છેઅને ભૂદેવો સહિતના ગ્રામજનો ગણપતિ ના આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનાસણ ગણપતિ મંદિરે હોમ હવન અને ગણપતિ દાદા ને 1008 લાડુ નો ગણેશ યાગ સમર્પિત કરવામાં આવ્યો હતોકલાકો સુધી ચાલનારા આ ઉત્સવમાં સોનાસણ ગામના ભૂદેવો તેમજ શ્રી ગણેશ યુવક મંડળ ના સભ્યો ભક્તો અને સુંદરકાંડ ના વક્તા દુષ્યંતકુમાર પંડ્યા તથા ગામના ભૂદેવો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ દાદા ના ઉપાસક સ્વઅરવિદભાઈ મહાસુખ રામ પંડયા એ ગણપતિ મંદિર ના નિર્માણ માટે જમીનનું દાન કર્યું હતુંઅને તે પછી અહીં ગણપતિ દાદા નું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છેજયા રોજ ગણપતિ પૂજન આરતી નિયમિત થાય છેગણેશ યુવક મંડળ દ્વારા દાદાને લાડુ નો ભોગ પણ ધરાવવામાં આવે છેવાર તહેવાર અને ખાસ દિવસોમાં ભજન કીર્તન સત્સંગ તેમજ સુંદર કાંડ જેવા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવતું હોય છેચોવીસ વર્ષથી ચાલતા ગણેશ ઉત્સવ માં અને ગણેશ યાગ માં મોટી સંખ્યામાં ગણેશ ભકતો સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
