
પ્રાંતિજ ના સલાલ પાસે ગેસ નું ટેન્કર લીકેજ થતા અફરાતફરી
– ટેન્કર માંથી ગેસ લીકેજ થતા લોકોના જીવ ઉચાનીચા થઈ ગયા હતા
– ટેન્કર લીકેજ થતા થોડા સમય માટે હાઈવે બંધ કરવો પડ્યો હતો
– ટેન્કર મા રહેલ ગેસ સોડિયમ ગેસ હોય તંત્ર તથા લોકોએ હાશકારો લીધો હતો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ નેશનલ હાઇવે ઉપર રોડ ઉપર થી પ્રસાર થઈ રહેલ એક ગેસ ની ટેન્કર માંથી ગેસ લીકેજ થતા થોડાક સમય માટે અફરાતફરી મચી ગઈ હતી જોકે ગેસ ખાધ્ય હોય લોકોએ તથા તંત્રએ હાશકારો લીધો હતો




અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે આઠ ઉપર હિંમતનગર તરફ થી અમદાવાદ તરફ જઈ રહેલ ટેન્કર પ્રાંતિજ ના સલાલ પાસે થી પ્રસાર થઈ રહી હતી તે દરમ્યાન ગેસ ની ટેન્કર માંથી પાછળની સાઇડ માંથી કોઇ કારણોસર ગેસ લીકેજ થયો જેની લઈ ને થોડાક સમય માટે ત્યાથી પ્રસાર થઈ રહેલ વાહન ચાલકો સહિત આજુબાજુ મા રહેતા લોકો મા ભંય નો માહોલ ફેલાયો હતો તો આ અંગેની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ ને જાણ થતા તેવો તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ હતી તો જોકે ગેસ લીકેજ ને લઈ ને રોડ ની બન્ને સાઇડે તાત્કાલિક રોડ બંધ કરવામા આવ્યો હતો તો ગેસ લીકેજ થતા તેના ગોટાળા દુરદુર સુધી જોવા મલ્યા હતા તો ગેસ સોડિયમ એટલેકે ખાધ્ય ઠંડા પીણા મા ઉપયોગ થતો હોય કોઇ નુકસાન કારક ના હોય અને આગજેવી ધટના સહિત ની ધટના ના બનતા તંત્ર સહિત લોકોએ હાશકારો લીધો હતો તો
ટેન્કર માંથી ગેસ લીકેજ થતા ટેન્કર ચાલક ને માલુમ પડતા ટેન્કર ચાલકે તાત્કાલિક ટેન્કર ને રોડ ની સાઈડ મા ઉભુ કરી દીધુ અને ગેસ લીકેજ બંધ કરવા નો પ્રયાસ હાથ ધર્યો હતો અને અડધો કલાક ની જહેમત બાદ ગેસ લીકેજ બંધ કર્યુ હતુ તો તંત્ર અને વાહન ચાલકો તથા આજુબાજુમા રહેતા લોકોએ ગેસ લીકેજ બંધ થતા હાશકારો અનુભવ્યો હતો અને રસ્તો તુરતજ ખુલ્લો કર્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા

