
પ્રાંતિજ ખાતે ભીલ સમાજના ધર્મપ્રેમી લોકો એ રામાપીર ના નવનેજા સાથે કાઢેલ ભવ્ય શોભાયાત્રા
– ભીલ સમાજના લોકો દ્વારા ધંધારોજગાર બંધ પાડી શોભાયાત્રા કાઢી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રહેતા ભીલ સમાજના મારવાડી ધર્મ પ્રેમીઓ દ્વારા શ્રી રામાપીર ના નવનેજા ની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી જેમાં પ્રાંતિજ ખાતે વર્ષોથી વસવાટ કરતા મારવાડી સમાજના ભાઇ બહેનો દ્વારા ધંધા રોજગાર બંધપાડી શોભાયાત્રા માં જોડાયા હતાં







પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી રામાપીર ના મંદિરેથી ભાદરવા વદ નોમ ના દિવસે રામાપીર યુવક મંડળ તથા ભીલ- મારવાડી સમાજ ના લોકો દ્વારા નવનેજા ની ભવ્ય શોભા યાત્રા કાઢી હતી જેમાં રેલ્વે સ્ટેશન થી નીકળેલ શોભાયાત્રા ભાંખરીયા બસ સ્ટેન્ડ અમીનપુર રોડ ઉપર આવેલ શ્રી રામાપીર ના મંદિર તથા બજારચોક વિસ્તારો માં થઇને પરત રેલ્વે સ્ટેશન મંદિર ખાતે પરત ફરી હતી અને રામાપીર માં અખૂટ શ્રધ્ધા ધરાવતા ભીલ સમાજ ના લોકોએ આ ઉત્સવ ની ઉજવણી દબદબાભેર સંપન્ન કરી હતી
જીલ રાવલ સાબરકાંઠા

