

તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં 8 મહિના પહેલા એક પોન્ઝી સ્કીમની ઘટના ખુબ ચર્ચાનો વિષય બની હતી. ભાજપના કાર્યકરુ ભૂપેન્દ્ર ઝાલાની BZ ફાઇન્નાન્શીલ સર્વિસીઝ સામે CID ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા થોડા દિવસો પછી ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું કહેવાતું હતું.
જો કે હવે ભૂપેન્દ્ર ઝાલા અને રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપ્યા છે એટેલ ઝાલા 8 મહિના પછ જેલમાંથી બહાર આવશે.
ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે, રોકાણકારોને જ રકમ આપવાની છે તે 1 વર્ષમાં કોર્ટમાં જમા કરાવવી પડશે.
જાણવા મળેલી માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલાએ 172 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની છે.
