
પ્રાંતિજ પ્રાઇમ ખાતે પદયાત્રીઓ માટે વિસામો બનાવ્યો
– આદેશ ગુપ સાબરકાંઠા દ્રારા વિસામાનુ આયોજન કરવામા આવ્યુ
– ચા નાસ્તો દવાઓ સહિત નુ કેમ્પ મા આયોજન કરવામા આવ્યુ
– અંબાજી પગપાળા જતા તથા સંધના લોકો માટે આશીર્વાદ રૂપ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ પ્રાઇમ કોમ્પલેક્ષ આગળ આદેશ ગુપ સાબરકાંઠા દ્રારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર વિસામાનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા પદયાત્રીઓને માટે આશીર્વાદ રૂપ વિસામો બન્યો છે




અંબાજી જતા પદયાત્રીઓ માટે આદેશ ગુપ સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ ખાતે આવેલ પ્રાઇમ કોમ્પલેક્ષ આગળ એક સુંદર વિસામા નુ આયોજન કરવામા આવ્યુ છે જેમા ચા-નાસ્તો તથા આયુર્વેદિક દવાઓ સહિત રાત્રી રોકાણ નુ પણ પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામા આવી હતી તો આદેશ ગુપ સાબરકાંઠા ગુપ ના સભ્યો દ્રારા રાત્ર-દિવસ અહીં થી પ્રસાર થઈ રહેલ અંબાજી પદયાત્રીઓ ને સુદર સુવિધાઓ સાથે સેવા પણ પુરી પાડવામા આવી રહી છે તો આદેશ ગુપ ના સભ્યો દ્રારા પોતાની સેવાઓ આપી રહ્યાછે અને ખરેખર આ વિસામો પદયાત્રીઓ માટે વિસામો બની રહ્યો છે
જીલ રાવલ સાબરકાંઠા
