

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે સંઘની શતાબ્દિ વર્ષ ઉજવણીના કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભાગવતે કહ્યુ કે, હું 75 વર્ષે નિવૃત થવાનો નથી, સંઘ કહેશો તો 80 વર્ષની ઉંમરે પણ શાખા ખોલવાનું કામ કરતો રહીશ. મોહન ભાગવત 11 સપ્ટેમ્બર 2025ના દિવસે 75 વર્ષના થવાના છે.
મોહન ભાગવતના આ નિવેદનનો મોટો અર્થ છે. રાજકારણના જાણકારોના કહેવા મુજબ મોહન ભાગવતે આ નિવેદન આપીને 2029ની લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જ લડાશે એ વાતની લીલી ઝંડી આપી દીધી છે. પ્રધાનમંત્રી મોદી 17 સપ્ટેમ્બર 2025ના દિવસે 75 વર્ષના થવાના છે. મોહન ભાગવતના નિવેદનને કારણે ઇન્ડિયા ગઠબંધનને 1000 વોલ્ટનો ઝટકો લાગ્યો છે, કારણકે વિપક્ષ PM મોદી નિવૃત થશે એવા સપના જોતા હતા.