પ્રાંતિજ વાઘપુરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નર્મદા વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગ, સચિવાલય ગાંધીનગરના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રીમતી શાહમીના હુસૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા




કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનારા નૂતન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીમતી શાહમીના હુસૈને જણાવ્યું હતું કે શિક્ષણ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચે તેમજ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છેતેમણે વાલીઓ અને શિક્ષકોને બાળકોના ઘડતરમાં સક્રિય ભાગ ભજવવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી હુસૈને વિનય ઉત્તર બુનિયાદી શાળા, વાઘપુર તેમજ એસ જી પટેલ પોગલું હાઈસ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો આ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુંવિદ્યાર્થીઓએ સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક જવાબદારી જેવા વિષયો પર પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કર્યા હતા ઉપરાંત ઉપસ્થિત સૌએ માર્ગ સલામતી અંગે શપથ ગ્રહણ કરીને જનજાગૃતિનો સંદેશ આપ્યો હતોકાર્યક્રમના અંતે પ્રિન્સિપાલ સેક્રેટરીએ શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ના સભ્યો સાથે બેઠક યોજી હતી બેઠકમાં શાળાની ભૌતિક સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, શૈક્ષણિક ગુણવત્તા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતીઆ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, એસએમસીના પ્રતિનિધિઓ, શાળાના આચાર્યો, શિક્ષકો, સ્થાનિક આગેવાનો, વાલીશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો