fbpx

ભારતમાં પણ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાની તૈયારી! જાણો સંસદમાં રજૂ કરાયેલા બિલની મુખ્ય વાતો

Spread the love

ભારતમાં પણ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાની તૈયારી! જાણો સંસદમાં રજૂ કરાયેલા બિલની મુખ્ય વાતો

વિશ્વભરના ઘણા દેશોએ 13 થી 16 વર્ષની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને એક ઉદાહરણ રજૂ કર્યું છે. બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ભારત હવે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, જોકે માતા-પિતાની સંમતિ બાદ જ બાળકો ઓનલાઈન એકાઉન્ટ્સ ઍક્સેસ કરી શકશે. સંસદના ચોમાસા સત્ર દરમિયાન આ અંગેનું એક બિલ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેને ‘સેફગાર્ડિંગ હેલ્ધી ઈન્ટરનેટ એન્વાયર્નમેન્ટ ફોર લિટલ ડિજિટલ નેટિવ્સ (SHIELD) બિલ, 2025 નામ આપવામાં આવ્યું છે’ -.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગના ક્ષેત્રમાં બાળકોની વધતી હાજરી વચ્ચે તેમની ડિજિટલ સલામતીને લઇને સંસદમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ભાજપના સાંસદ બૈજયંત પાંડા દ્વારા રજૂ કરાયેલ, SHIELD બિલ, 2025માં, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતા-પિતાના વેરિફિકેશન વિના સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટ્સ બનાવવાથી રોકવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. આ સાથે જ, સગીરોની ઓનલાઈન પ્રવૃત્તિ પર દેખરેખ રાખવા, તેમને પ્રોફાઇલ કરવા અને જાહેરાતો દ્વારા તેમને લક્ષ્ય બનાવવા પર પ્રતિબંધો લગાવવાનો પ્રસ્તાવ છે.

19

18

SHIELD બિલ 2025માં, 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને બાળકો તરીકે વર્ગીકૃત કરે છે. તેનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓનલાઈન ગેમિંગ સેવાઓ અને અન્ય ડિજિટલઇન્ટરમીડિયરી માટે બાળ-સુરક્ષા નિયમો લાગૂ કરવાની વાત કહેવામાં આવી છે. જો કે, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સ માટે ખાસ કરીને માતા-પિતાની સંમતિ જરૂરી છે.

17

આ બિલમાં છે કે સગીરો સુધી પહોંચ રાખનારા ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે ફરજિયાત વય-ચકાસણી સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત, માતા-પિતા અથવા વાલીઓ માટે એક એવું કંટ્રોલ ડેશબોર્ડ ઉપલબ્ધ કરાવવાની વાત કહેવામાં આવી છે, જેના દ્વારા તેઓ બાળકની ઓનલાઈન પ્રવૃત્તિ પર નજર રાખી શકે. આ ડેશબોર્ડમાં ગોપનીયતા સેટિંગ્સ બદલવા, કેટલીક સેવાઓને પ્રતિબંધિત કરવા અને સ્ક્રીન સમય મર્યાદિત કરવા જેવા ઓપ્શન શામેલ હશે.

Leave a Reply

error: Content is protected !!