fbpx

પ્રાંતિજની અવરઓન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

Spread the love

પ્રાંતિજની અવરઓન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
મંત્રી રઈશભાઈ કસ્બાતીએ બાળકોને પ્રવેશ અપાવી શુભેચ્છા પાઠવી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલી પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરઓન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું


 કાર્યક્રમ દરમિયાન નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.ના નવા વિદ્યાર્થીઓને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશોત્સવ પ્રસંગે બાળકોનું કંકુ-તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રઈશભાઈ કસ્બાતીએ વિદ્યાર્થીઓને પેંડા, સ્કૂલ બેગ તેમજ ગિફ્ટ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે બાળકોને અભ્યાસજીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં પ્રિન્સિપાલ જાગૃતિબેન શાહ, આચાર્ય પી. કે. પટેલ, પ્રિન્સિપાલ દર્શિલભાઈ દેસાઈ, આચાર્ય પરેશભાઈ પરમાર, આઈટીઆઈના આચાર્ય હેમતભાઈ સહિત શાળાના શિક્ષકગણ, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!