fbpx

પ્રાંતિજની સોનાસણ ગ્રુપ કો-ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ

Spread the love

પ્રાંતિજની સોનાસણ ગ્રુપ કો-ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ મુકામે કાર્યરત ધી સોનાસણ ગ્રુપ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા તા૨૨|૬|૨૦૨૬ ના રોજ સંસ્થાના સભાખંડમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી સભામાં સંસ્થાના વ્યક્તિગત સભાસદો, ડેલીગેટો તેમજ મંડળીના સભાસદોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંસ્થાની કામગીરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

વાર્ષિક સાધારણ સભાનું અધ્યક્ષસ્થાન સંસ્થાના ચેરમેન જયંતિભાઈ એન પટેલે સંભાળ્યું હતું સભા દરમિયાન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ, વિકાસકાર્યો તથા ભાવિ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના પૂર્વ ચેરમેન  મહેશભાઈ એ પટેલે પ્રાસંગિક પ્રવચન આપતાં સંસ્થાની વર્ષોથી ચાલી આવતી વિકાસયાત્રા અને સહકારી ક્ષેત્રે મળેલી સિદ્ધિઓ અંગે પ્રકાશ પાડ્યો હતો તેમણે સભ્યોને સંસ્થાની પ્રગતિમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતોસભાની તમામ વિધિઓ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના મેનેજર  જયંતિભાઈ એમ પટેલે કર્યું હતુંઅંતમાં ચેરમેન જયંતિભાઈ એન પટેલે ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી સભાની કાર્યવાહી પૂર્ણ જાહેર કરી હતીઉલ્લેખનીય છે કે વર્ષ૧૯૫૯ થી કાર્યરત આ સહકારી સંસ્થા વિસ્તારના ખેડૂતો અને સભાસદોના આર્થિક અને સામાજિક વિકાસ માટે સતત કાર્યરત રહી છે અને આજે પણ પ્રગતિના નવા સોપાનો સર કરી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!