

ઉત્તર ગુજરાતના પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલનો બે દિવસ પહેલા જન્મ દિવસ હતો અને પટેલના સમર્થકોએ ઠેર ઠેર તેમની શુભેચ્છા આપતા પોસ્ટરો લગાવ્યા હતા. પાટણ નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર જાતે પોલીસ કાફલા સાથે રોડ પર ઉતર્યા હતા અને કિરિટ પટેલના સમર્થનમાં લાગેલા પોસ્ટરો ફાડી નાંખ્યા હતા. જેને કારણે કિરિટ પટેલના સમર્થકો અને હિરલ ઠાકર વચ્ચે ભારે ચડભડ થઇ હતી.
હિરલ ઠાકરની નોકરીના 16 વર્ષમાં તેમની 8 વખત બદલી થઇ છે, 1 વખત સસ્પેન્ડ થયા છે અને 2 વખત તેમણે પોતે રાજીનામા આપ્યા છે, પરંતુ તેમના રાજીનામા મજૂંર થયા નહોતા.
હિરલ ઠાકરનો જન્મ સૌરાષ્ટ્રના મોરબીમાં થયો હતો અને તેમના પિતા ન્યાયાધીશ હતા અને માતા હોમગાર્ડ હતા. હિરલ ઠાકરની ઇમેજ એક દંબગ અધિકારી તરીકેની છે.