fbpx

ભગવાનને તો છોડો… સુરતના 8 ગણેશ પંડાલમાં એકસાથે ચોરી, બાપ્પાની સૂંઢ પણ તોડી

Spread the love
ભગવાનને તો છોડો... સુરતના 8 ગણેશ પંડાલમાં એકસાથે ચોરી, બાપ્પાની સૂંઢ પણ તોડી

ગુજરાતમાં ગણેશોત્લની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે આ વચ્ચે સુરતમાં એક જ વિસ્તારના 8 ગણેશ પંડાલમાંથી એક જ રાત્રે ચોરીની ઘટના બની અને એક પંડાલમાં ગણેશની પ્રતિમા ખંડિત પણ થઇ. આ ઘટનાને કારણે સમગ્ર શહેરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં 2 ચોરોને પકડી પાડ્યા હતા. સુરતના મહિધરપરામાં આવેલા દારૂખાના રોડ વિસ્તારમાં 8 જુદા જુદા ગણેશ પંડાલોમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ, તાંબાના દિવા ચોરી ગયા હતા અને એક મંડપમાં ગણેશની નાની પ્રતિમા પણ ખંડિત થઇ હતી. પોલીસે આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઇ દંતાણીની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને નવી પ્રતિમાની સ્થાપના પણ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!