fbpx

પ્રાંતિજ બાલમંદિર ખાતે ગણેશ ચતુર્થી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

Spread the love

પ્રાંતિજ બાલમંદિર ખાતે ગણેશ ચતુર્થી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

  • ચોમાસાનો પ્રોજેક્ટ , તહેવારોની ઓળખ સહિત કાર્યક્રમ યોજાયા
  • માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોષી બાલમંદિર ખાતે કાર્યકમ યોજાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી મહાલક્ષ્મી બેન કાશીનાથ જોષી બાલમંદિર ખાતે ચોમાસાનો પ્રોજેક્ટ , ગણેશ ચતુર્થી , તહેવારોની ઓળખ સહિત ના કાર્યક્રમ યોજાયા

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોષી બાલમંદિર ખાતે ચોમાનો પ્રોજેક્ટ તથા ગણેશ ચતુર્થી , તહેવારોની ઓળખ સહિત ના વિવિધ કાર્યક્રમો નુ આયોજન બાલમંદિર દ્રારા કરવામા આવ્યુ હતુ જેમા તહેવારો ની ઓળખ મા ગણેશ ચતુર્થી , જન્માષ્ટમી , નવરાત્રી , ગુરૂ પૂર્ણિમા , રક્ષાબંધન , ગૌરીવ્રત સહિત શાકભાજી ફળફળાદી સહિત ની ઓળખ આપી બાળકોને વિવિધ તહેવારો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ તો બાલમંદિર મા અભ્યાસ કરતા બાળકોએ પણ ચોમાસા વિશે તથા ગણેશ ચતુર્થી તથા વિવિધ તહેવારોની ઓળખ મેળવી હતી અને આનંદ ગમ્મત સાથે વિવિધ તહેવારો નુ જ્ઞાન મળતા ખુશી વ્યક્ત કરી હતી તો કાર્યક્રમ નુ સુંદર આયોજન માતુ શ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોષી બાલમંદિર ના આચાર્ય મંદાબેન જોશી તથા નિહાળીકા બેન રાવલ સહિત બાલમંદિર ના સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!