
પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ દ્રારા નવ દિવસ ના ગણપતિ નું હર્ષલ્લાસપૂર્વક વિસર્જન કરાયુ
- વિધ્ન હર્તા નો નવ મા દિવસે વિદાય વરધોડો નિકળ્યો
- અગલે બરસતુ જલ્લી આના
- હરખાતા હૈયે દુંદાળા દેવને વાજતે ગાજતે વિદાય અપાઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે નવ દિવસ ના ભગવાન ગણેશ ની મૂર્તિ નું વાજતે ગાજતે વિસર્જન કરવામા આવ્યુ હતુ





પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ભગવાન ગણેશ ની મૂર્તિની સ્થાપના બાદ નવ મા દિવસ સવાર સાંજ આરતી ઉતારી પૂજા અર્ચના કરવામા આવી હતી અને રોજ ભગવાન દુંદાળા દેવને ભાવતા ભોજન જમડવામા આવ્યા હતા અને નવમા દિવસે ભગવાન ગણેશ ની આરતી ઉતારી હર્ષલ્લાસપૂર્વક તેવોને વાજતે ગાજતે ડીજેના તાલે વિદાય આપવામા આવી હતી અને અગલે બરસતુ જલ્લી આના નાદ સાથે ભગવાન ગણેશ ની મૂર્તિનું વિસર્જન પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ બોખ મા કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે કોલેજ ના ટ્રસ્ટી એ.કે.પટેલ , ચંદ્રિકાબેન પટેલ , કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડા.નરેન્દ્રભાઈ શર્મા , ર્ડા.નિધી દજીચ , રીતેષભાઇ ભટ્ટ , કોલેજ સ્ટાફ , સ્કુલ સ્ટાફ સહિત કોલેજ અને સ્કુલ ના વિધાર્થીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
