fbpx

ગુજરાત સરકારે વીજ બિલમાં રાહત આપી, તમને યુનિટ દીઠ આટલો ફાયદો થશે

Spread the love
ગુજરાત સરકારે વીજ બિલમાં રાહત આપી, તમને યુનિટ દીઠ આટલો ફાયદો થશે

ગુજરાત સરકારે તાજેતરમાં એક એવો નિર્ણય કર્યો છે જેને કારણે રાજ્યની પ્રજાને વીજ બિલમાં રાહત મળી શકે તેમ છે. ગુજરાતના ઉર્જા અને નાણા મંત્રી કનુ દેસાઇએ ફ્યુઅલ સરચાર્જમાં 15 પેસાના ઘટાડાની જાહેરાત કરી છે. અત્યારે ફ્યુઅલ સરચાર્જ યુનિટ દીઠ 2-45 રૂપિયા હતો તેમાં 15 પૈસાનો ઘટાડો કરીને 2-30 રૂપિયા કરવામાં આવ્યો.

મતલબ કે 100 યુનિટ દીઠ તમને 245 રૂપિયા લાગતા હતા જે હવે 230 લાગશે. મતલબ કે 100 યુનિટ દીઠ તમને 15 રૂપિયાનો ફાયદો થશે.

આ ભાવ ઘટાડો સરકારની જે કંપનીઓ છે જેમ કે, PGVCL,MGVCL, UGVCL ,DGVCLના ગ્રાહકોને લાભ મળશેત. મતલબ કે ટોરન્ટ જેવી  ખાનગી વીજ કંપનીઓના ગ્રાહકોને આ લાભ મળશે નહીં.

error: Content is protected !!