fbpx

ગુજરાતના પૂર્વ મંત્રીએ કોને કહી દીધું- પહેલા ચડ્ડી પહેરતા શીખી જા પછી તારા બાપા જોડે વાત કરજે

Spread the love
ગુજરાતના પૂર્વ મંત્રીએ કોને કહી દીધું- પહેલા ચડ્ડી પહેરતા શીખી જા પછી તારા બાપા જોડે વાત કરજે

ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની મુશ્કેલીમાં વધારો થયો છે.તાજેતરમા વોરા પર આરોપ લાગ્યો છે કે ખોટા દસ્તાવેજો ઉભા કરીને ખેડુત બન્યા પછી તેમણે પત્ની, દીકરાઓના નામે જમીન ખરીદી છે. હવે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ ગાંધીનગર કલેકટરને પત્ર લખીને સરકાર પાસે રમણલાલ વોરા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઉપરાંત વોરાએ સોશિયલ મીડિયા પર એક યુવાનને ડફોડ કહીને ખખડાવ્યો છે એ વાત પણ ચર્ચામાં આવી ગઇ છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઇ મકવાણાએ કલેકટરને પત્ર લખીને રમણલાલ વોરા સામે કડક પગલાંની માંગ કરી છે.સોશિયલ મીડિયામાં આશુતોષ રાઠોડ અને રમણલાલ વોરાની ચેટ અને ઓડિયો વાયરલ થયા છે. જેમાં વોરાએ આશુતોષને ડફોડ કહીને કહ્યું હતું કે, પહેલા ચડ્ડી પહેરતા શીખી જા પછી તારા બાપા જોડે વાત કરજે.

error: Content is protected !!