fbpx

ગુજરાત મંત્રી મંડળમાં સ્થાન મેળવવા હવે આ સમાજ પણ ઉભો થયો

Spread the love
ગુજરાત મંત્રી મંડળમાં સ્થાન મેળવવા હવે આ સમાજ પણ ઉભો થયો

રાજકોટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજે બ્રહ્મ સમાજના ધારાસભ્યોને ગુજરાતના મંત્રી મંડળમાં સ્થાન આપવાની માંગ કરી છે.

રાજકોટમાં પત્રકાર પરિષદમાં સમાજના આગેવાન ભરત ઓઝાએ કહ્યું હતું કે, મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે બ્રહ્મ સમાજ ભાજપથી નારાજ છે. સમાજની માંગ છે કે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યાને  મંત્રી મંડળના વિસ્તરણમાં સમાવેશ કરવામાં આવે. ઓઝાએ કહ્યું કે, ભાજપ સતત બ્રહ્મ સમાજની અવગણના કરી રહ્યું છે.

02

બ્રહ્મ સમાજના લોકોએ જનસંઘ ઉભું કરવામાં લોહી રેડ્યું હતું અને પાર્ટીને મજબુત કરવામાં મપણ મોટું યોગદાન આપ્યુ હતું. આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે જઇને બ્રાહ્મણોને જાગૃત કરવામાં આવશે. બ્રહ્મ સમાજને અન્યાય કરનાર સામે અમે લડત આપીશું એમ ઓઝાએ કહ્યુ હતું.

error: Content is protected !!