fbpx

લોહ બોલો પ્રાંતિજ મા રોડ નુ ભર ચોમાસે ખોદકામ હાથ ધરવામા આવતા લોકો મા રોષ

Spread the love

લોહ બોલો પ્રાંતિજ મા રોડ નુ ભર ચોમાસે ખોદકામ હાથ ધરવામા આવતા લોકો મા રોષ
– ભર ચોમાસે ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે બની રહેલ રોડ નુ કામ ચાલુ થતા લોકો મા રોષ
– આગ્રહી વચ્ચે ચોમાસા દરમ્યાન રોડનુ ખોદકામ કરતા લોકો મા રોષ
– રેલ્વેસ્ટેશન વિસ્તાર મા રોડ ખોદી નાખતા વાહન ચાલકો સહિત રહીશો પરેશાન
– કોન્ટ્રાક્ટર તથા રોડ એન્જિનિયર ની બુધ્ધિ નુ પ્રદર્શન જોવા મલ્યુ
– રેલ્વેસ્ટેશન વિસ્તાર મા એક સાઇડ રોડ દોડ ફુટથી વધુ ઉડો ખોતર્યો
– રોડ ખોતર્યો પણ સેફ્ટી માત્ર પ્લાસ્ટિક ની પટ્ટી ના સહારે
– પ્લાસ્ટિક ની પટ્ટીઓ ટુટીને પડી અકસ્માત સર્જાય તો નવાઈ નહી
– આખો ઉનાળો ગયો છતાંય કામ હાથ ના લેતા ભર ચોમાસે કામ હાથ લેતા લોકોમા રોષ
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અંદાજે ૧૪ કરોડ ૨૮ લાખના ખર્ચે બની રહેલ રોડ નુ ખોદકામ ભર ચોમાસે તથા આગાહી ઓ વચ્ચે ચાલુ કરતા લોકો મા રોષ જોવા મળી રહ્યો છે અને રોડ કોન્ટ્રાક્ટર તથા એન્જિનિયર ની બુધ્ધિ નુ પ્રદર્શન થઈ રહ્યુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે


  પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધીનો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી ખાડા ખડીયા વાળો ખખડધજ બની ગયો હોય અને નગરજનો તથા વાહન ચાલકો તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા સાસંદ શોભનાબેન બારૈયાએ રજૂઆતો બાદ નઠોર જવાબદાર તંત્ર દ્રારા રોડ મજુર કરવામા આવ્યો હતો અને રોડ મજુર કર્યાને આખો ઉનાળો જતો રહ્યો છતાંય રોડ નુ કામ હાથ ધરવામા ના આવ્યુ અને ભર ચોમાસે અને મોસમ વિભાગ ની આગ્રહીઓ વચ્ચે રેલ્વેસ્ટેશન બાજુ થી રોડ નુ એક સાઇડ નુ કામ ને લઈ ને ખોદકામ હાથ ધરવામા આવતા હાલતો આજુબાજુમા આવેલ દુકાન માલિકો , સોસાયટીઓના રહીશો તથા વાહન ચાલકો મા ભર ચોમાસે કામ હાથમા લેતા રોષ જોવા મળી રહ્યો છે તો ભર ચોમાસે અને મોસમ વિભાગ ની આગ્રહીઓ વચ્ચે રોડ ઉપર ખોદકામ કરવામા આવતા અને વરસાદ પડતા ખોતરેલ રોડ ઉપર પાણી ભરાઈ રહ્યુ છે તોબીજી તરફ રોડ ઉપર ૩૦૦ જેટલુ ખોદકામ કરતા અને વરસાદ પડતા ખોદકામ કરેલ રોડ ઉપર પાણી ભરાઈ ગયુ છે તો રોડ નુ ખોદકામ કર્યુ પણ માત્ર એક પ્લાસ્ટિક ની પટ્ટી મારી તેના સહારે ખોદકામ કરવામા આવી રહ્યુ છે અને ખોદકામ ની. જગ્યાએ કોઇ ભંય વાહક બોર્ડ કે આડ મુકવામા આવી નથી તો જે રોડની બાજુમા ખોદકામ વખતે પ્લાસ્ટિક ની પટ્ટી આડ તરીકે લગાડવામા આવી હતી તેના પણ ટુકડા થઈ ને પવન મા ઉડી ગઈ છે ત્યારે જો કોઇ વાહન ચાલક ફુલ ફાસ્ટ હંકારી લાવે અને વરસાદ ને લઈ ને પાણી ભરાયેલ હોય તો રાત્રી કે દિવસ ના તેમા ખાબકે તો નવાઇ નહિ ત્યારે જવાબદાર તંત્ર છેલ્લા કેટલાય વર્ષો થી રોડ ની રાહ જોવડાવી અને અનેક વાહન ચાલકો , શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ , ઓફિસ મા જતા રોડ ઉપર થી પ્રસાર થતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને ભર ચોમાસે કામ હાથમા લેતા મુશ્કેલીઓ ધટવાને બદલે વધારો કર્યો હોય તેવુ લોકો જણાવી રહ્યા છે ત્યારે જો રોડ કોન્ટ્રાક્ટર તથા રોડ એન્જિનિયર દ્રારા જો નવરાત્રી આજુબાજુ કામ હાથ લીધુ હોતતો લોકોને ભર ચોમાસે મુશ્કેલીઓ મા જે વધારો થઈ રહ્યો છે તે મુશ્કેલીઓ ના પડોત ત્યારે હાલતો રોડ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર ભર સોમાસે રોડનુ ખોદકામ હાથ લેતા પોતાની બુધ્ધિ નુ પ્રદર્શન કર્યુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!