હિંમતનગર ના બે ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ ૯૯૦ મા ગાળો-બોલી ચપ્પુ મારી ઇજાઓ કરતા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તાર મા આવેલ ૯૯૦ સરકારી વસાહત ખાતે બે ઇસમો બોલાચાલી કરતા હોય ઇદ નો તહેવાર હોય બોલાચાલી કરવાની ના પાડતા ગાળો-બોલી ચપ્પુ મારી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તાર મા આવેલ ૯૯૦ સરકારી વસાહત ખાતે રાજા બાબુમીયા જાલોરી તથા તેમનો મિત્ર જાડુ નામ ના ઇસમ બન્ને જણા અંદર અંદર બોલાચાલી કરતા હોઇ તે દરમ્યાન ત્યા રહેતા તાહિરહુસેન સલીમ મિયા કુરેશી એ ઇદનો તહેવાર હોય બોલાચાલી કરવાની ના પાડતા રાજા બાબુમીયા જાલોરી તથા જાડુ બન્ને જણા તાહિરહુસેન કુરેશી ને મા-બહેન સામી ગાળો-બોલી જપાજપી કરી રાજા બાબુમીયા જાલોરી તેની પાસેનુ ચપ્પુ તાહિરહુસેન કુરેશી ને કપાળ મા ડાબી બાજુએ તથા ડાબા ગાલ ઉપર જાડુ એ તેની પાસે રહેલ ચપ્પુ તાહિરહુસેન કુરેશી ને ડાબા હાથના બાવળા ના ભાગે તથા ડાબી બાજુ એ કમર ના ભાગે મારી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સાબરકાંઠા ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા તાહિરહુસેન સલીમમિયા કુરેશી રહે.૯૯૦ સરકારી વસાહત તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે રાજુ બાબુમીયા જાલોરી તથા જાડુ નામના ઓળખાતો ઇસમ બન્ને રહે હિંમતનગર ઝહીરાબાદ વિસ્તાર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૨), ૧૧૮ (૧),૩૫૩,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર દલજીભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
