પ્રાંતિજ ના ઓરાણ ખાતે આવેલ સાબરમતી નદી મા પાંચ યુવાનો ડૂબ્યા
– અમદાવાદ થી ગણપતિ વિસર્જન માટે આવેલ પાંચ યુવાન ડૂબ્યા
– સ્થાનિક તરવૈયાઓની મદદત થી પાંચએ યુવાનોને બચાવી લેવામા આવ્યા
ઓરાણ સરપંચ , પોલીસ , ૧૦૮ સહિત લોકો નદી કાંઠે દોડી આવ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ઓરાણ પાસે આવેલ સાબરમતી નદી મા ગણેશ વિસર્જન કરવામાટે આવેલ પાંચ યુવાનો સાબરમતી નદી મા ડૂબ્યા હતા તો સ્થાનિક લોકો તથા સ્થાનિક તૈરવયાઓ દ્રારા પાંચે પાંચએ યુવાનોને બચાવી લેવામા આવ્યા





મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના આરોણ ખાતે આવેલ સાબરમતી નદી મા અમદાવાદ ખાતે રહેતા કેટલાક યુવાનો આજે બપોર બાદ અમદાવાદ થી પ્રાંતિજ ના ઓરાણ ખાતે આવેલ સાબરમતી નદી મા કેટલાક લોકો ગણેશ વિસર્જન કરવા આવ્યા હતા અને ગણપતિ ની મૂર્તિ નુ વિસર્જન કર્યા બાદ નદી મા પાંચ જેટલા યુવાનો નદીમા ન્હાવા પડયા હોવાનુ સુત્રો ધ્વારા જાણવા મલ્યુ હતુ તે દરમ્યાન નદીમા ખાડા ખડીયા હોય પાંચએ યુવાનો ડૂબવા લાગતા બુમાબુમ કરતા આજુબાજુમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તો વાયુવેગે સમાચાર ઓરાણ ગામમા પ્રસરી જતા ગામના સરપંચ પ્રવિણભાઇ પટેલ તથા ગામલોકો પણ દોડી આવ્યા હતા તો પ્રાંતિજ પોલીસ ને જાણ થતા પ્રાંતિજ ઓરાણ બીટજમાદાર રાજુભાઇ સહિત પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો તો આ અંગે ૧૦૮ ને પણ સમાચાર મળતા ૧૦૮ ના પાયલોટ ભાવેશભાઇ પટેલ પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવ્યા હતા તો દોડી આવેલ સ્થાનિક લોકો તથા નદી પાસે કેટલાક દેવીપુજક યુવાનો પણ માછલા પકડવા આવ્યા હોય તેવો પણ ત્યા દોડી ગયા હતા અને સ્થાનિક તૈરવયાઓ તથા દેવીપુજક યુવકો દ્વારા નદીમા પડીને નદીમા ડૂબતા અમદાવાદ ના પાંચએ યુવાનોને બચાવી લીધા હતા તો ૧૦૮ ની ટીમ દ્રારા ત્રણ યુવાનો થોડુ પાણી પી ગયા હોવાનુ માલુમ પડતા તેવુ લાગતા તેવોને ૧૦૮ મારફતે તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા હતા અને હાજર તબીબી દ્રારા પ્રાથમિક સારવાર આપવામા આવી હતી તો પાંચએ યુવાનોના જીવ બચી જતા તંત્ર સહિત નદી કાંઠે દોડી આવેલ લોકોએ હાશકારો લીધો
જીલ રાવલ સાબરકાંઠા
