
લગભગ 14 મહિના જેટલો સમય પસાર થઇ ગયો છતા હજુ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઇ શક્યું નથી. લગભગ નવરાત્રીની શરૂઆતમાં પ્રદેશ પ્રમુખ અને મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે.
આમ તો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે અનેક નામોની ચર્ચા થતી રહે છે, પરંતુ સુત્રો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ડિસેમ્બર 2024માં અમરેલી લેટર કાંડમાં જેમનું નામ સૌથી વધારે ગાજ્યું હતું તેવા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની રેસમાં ટોપ પર હોવાનું જાણવા મળ્યું છે. કૌશિક વેકરીયાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીને 45000 મત કરતા વધારેથી હરાવ્યા હતા.