fbpx

શું છે વરસાદની આગાહી? ત્રીજી વખત ડિપ્રેશનની દિશા બદલાઈ, હવે અરબી સમુદ્રમાં ભળશે

Spread the love
શું છે વરસાદની આગાહી? ત્રીજી વખત ડિપ્રેશનની દિશા બદલાઈ, હવે અરબી સમુદ્રમાં ભળશે

ગુજરાતમાં ભારે તબાહી મચાવનાર ડીપ ડિપ્રેશન હવે નબળું બનીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. હાલ તે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનમાં સક્રિય છે. 6 સપ્ટેમ્બરથી અત્યાર સુધી આ સિસ્ટમ ત્રીજી વખત દિશા બદલી ચૂકી છે. સવારે 8:30 વાગ્યે તે ભૂજથી 270 કિમી દૂર હતું, પરંતુ માત્ર ત્રણ કલાક પછી 11:30 વાગ્યે તેનું અંતર ઘટીને 260 કિમી થઈ ગયું. કારણ કે 9 સપ્ટેમ્બરની વહેલી સવારે આ સિસ્ટમે ફરીથી દિશા બદલી દીધી હતી. પહેલેથી તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અચાનક દક્ષિણ-પશ્ચિમ તરફ વળી ગયું. બિલકુલ તેવી જ રીતે જેમ 6 સપ્ટેમ્બરે રાત્રે દક્ષિણ રાજસ્થાનમાંથી વળી સીધું ગુજરાત તરફ આવ્યું હતું.

Weather

હવે ફરી તેની દિશામાં મોટો ફેરફાર થતા સવાલ ઊભો થાય છે કે શું આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવશે? હવામાન વિભાગ અને નિષ્ણાતોના અભિપ્રાય મુજબ હાલ એવી સંભાવના નથી. આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ તરફ જ ગતિ કરતી રહેશે અને ગુજરાત તરફ ફરી નહીં વળે.

સવારે 11:30 વાગ્યે જાહેર કરાયેલા બુલેટિનમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ડિપ્રેશન હાલ દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનમાં કેન્દ્રિત છે અને છેલ્લાં છ કલાકમાં તે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. હાલમાં તે પાકિસ્તાનના હૈદરાબાદથી 40 કિમી દક્ષિણ-પશ્ચિમમાં અને ભૂજથી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં 260 કિમી દૂર છે. આવતા 12 કલાકમાં તે નબળું પડી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ 24 કલાકમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ભળી જશે.

Weather1

વિવિધ મોડલ મુજબ, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાત નજીકના વિસ્તારમાં પશ્ચિમી પવનો તથા પાકિસ્તાન-પશ્ચિમ રાજસ્થાનમાં પૂર્વીય પવનો જોવા મળી રહ્યા છે. ઉપરાંત, અરબી સમુદ્રમાં રહેલા MJO અને ઉષ્ણકટિબંધીય તરંગો આ સિસ્ટમને હજી ટકાવી રાખવામાં સહાયક બન્યાં છે.

error: Content is protected !!