fbpx

પ્રાંતિજ ના મોયદ માઢા પાસે આવેલ હાથમતી નદીમા આધેડ તણાયા

Spread the love

પ્રાંતિજ ના મોયદ માઢા પાસે આવેલ હાથમતી નદીમા આધેડ તણાયા
– નદી પાસેથી ખેતરમા જતા હતા તે દરમ્યાન ધટના બની
– નદીમા અચાનક પાણી વધી જતા આધેડ તણાયા
– ૬૨ વર્ષ ના રીટાયર્ડ આર્મી નદીમા તણાયા
– પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ દ્રારા ધટના સ્થળે દોડી જઇ નદીમા શોધખોળ હાથ ધરી હતી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મોયદ-માઢા પાસે આવેલ હાથમતી નદીમા માઢા ગામના ૬૨ વર્ષ ના આધેડ નદીમા તણાયા


 પ્રાંતિજ તાલુકાના મોયદ-માઢા ગામ પાસે આવેલ હાથમતી નદીમા માઢા ગામના આધેડ રાઠોડ જવાનસિંહ ચેહરસિંહ કે જેવો પોતે આર્મી માંથી નિવૃત થયેલ છે અને તેવો પોતે હાલ ખેતી કરતા હોય અને બપોર બાદ તેવો નદી પાસે આવેલ પોતાના ખેતરમા જઇ રહ્યા હતા તે દરમ્યાન અચાનક નદીમા પાણી વધી જતા તેવો તણાયા હતા અને બુમાબુમ થતા ગામજનો તથા આજુબાજુમાંથી લોકો નદી કાંઠે દોડી આવ્યા હતા તો આ અંગેની પ્રાંતિજ- હિંમતનગર ફાયર ટીમ ને જાણ કરતા તેવો પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગયા હતા અને નદીમા શોધખોળ હાથધરી હતી તો પ્રાંતિજ પોલીસ તથા માઢા તલાટી સહિત ના અધિકારીઓ પણ ધટના ની જાણ થતા નદી કાંઠે દોડી ગયા હતા તો પ્રાંતિજ-હિંમતનગર બચાવ ટીમ દ્રારા હાથમતી નદી મા તણાયેલ રીટાયર્ડ આર્મી આધેડ ની શોધખોળ હાથ ધરવામા આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!