
બિહારમાં વોટ અધિકારી યાત્રા દરમિયાન 27 ઓગસ્ટના દિવસે દરભંગામાં મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિવગંત માતા સામે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. આ વાતના દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પ્રધાનમંત્રી મોદીએ પણ બિહારની એક સભામાં પોતાની માતાના અપમાન વિશે વાત કરી હતી.
જ્યારે પ્રધાનમંત્રી મોદીના નિવેદનનો વીડિયો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને અન્ય નેતાઓએ શેર કર્યો ત્યારે અમે તેમની વોલ પર કમેન્ટો વાંચી હતી. 99 ટકા કમેન્ટ નેગેટીવ હતી. એ પછી Khabarchhe.com પર અમે એક વીડિયો બનાવ્યો હતો કે ગુજરાત ભાજપના આઇટી સેલે નાદારી નોંધાવી છે. અમારા વીડિયો પછી સુરત શહેર ભાજપના નેતાઓએ 8 સપ્ટેમ્બરે અઠવાલાઇન્સ વિસ્તારમાં પ્રધાનમંત્રી મોદીની માતાના અપમાનના વિરોધમાં બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું.