fbpx

EMI બાઉન્સ થઈ તો તમારો ફોન લૉક થઈ જશે! કોઈ ચાવીથી નહીં ખૂલે; આવી રહ્યો છે RBIનો નવો નિયમ

Spread the love
EMI બાઉન્સ થઈ તો તમારો ફોન લૉક થઈ જશે! કોઈ ચાવીથી નહીં ખૂલે; આવી રહ્યો છે RBIનો નવો નિયમ

આજની તારીખમાં સ્માર્ટફોન ખરીદવા માટે ખિસ્સામાં પૈસા નહીં આધાર કાર્ડ જોઈએ છે. કહેવાનો મતલબ છે કે  EMI પર સ્માર્ટફોન ખરીદવો એટલો સરળ છે જેમ કે એ બાજુવાળા કાકાની દુકાનમાંથી દૂધ ખરીદવું. EMI વિકલ્પ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. બધું બરાબર છે, પરંતુ સમસ્યા એ દિવસે ઊભી થાય છે જ્યારે EMI કોઈક કારણોસર બાઉન્સ થાય છે. બેંકથી લઈને એજન્ટ સુધીના લોકોનો કૉલ આવવા લાગે છે. જોકે કોઈ જાણી જોઈને EMI બાઉન્સ કરતું નથી, પરંતુ જો તમારી સાથે ક્યારેક આવું થાય, તો આ વખતે સમસ્યા વધુ મોટી હશે.

તમે બરાબર વાંચ્યું. જો સ્માર્ટફોનની EMI બાઉન્સ થાય છે, તો તમને બેંક તરફથી ફોન આવશે જ, પરંતુ બાઉન્સ ચાર્જ પણ લાગશે. સાથે જ, ફોન પણ લૉક થઈ જશે (રિમોટલી લૉક મોબાઈલ ફોન). એટલે કે ફોનનો ઉપયોગ માત્ર પેપરવેઈટ બનાવવા માટે જ કામ આવશે.

RBI

EMI ઓફ લૉક ઑન

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) નવા નિયમો પર વિચાર કરી રહી છે, જેના હેઠળ જો ગ્રાહક પોતાની EMI ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો ફાઇનાન્સ એજન્સી અથવા બેંક, ખરીદેલા મોબાઇલ ફોનને રિમોટલી લૉક કરી શકશે. જો તમને લાગી રહ્યું હોય કે તો કોઈ વાંધો નહીં, અમે ફેક્ટરી રીસેટ કરી નાખીશું, તો સાહેબ તમારા મગજમાંથી આ ગેરસમજ કાઢી નાખજો. કારણ કે તમે સ્માર્ટફોનમાંથી કંઈપણ કાઢી નહીં શકો. ફોન લૉક થઈ જશે અને પાસવર્ડ, કોઈ તરીક કામ નહીં આવે. જો તમે કોઈ જુગાડ લગાવીને ફોન રીસેટ પણ કરી લીધો  તો તે ઓન થતા જ ફરીથી લૉક થઈ જશે કારણ કે તાર  ફોનના IMEI નંબર સાથે જોડાયેલા છે.

આમ EMIવાળા ફોનને દૂરથી લૉક કરવાની વાત નવી નથી. ઘણી સ્માર્ટફોન કંપનીઓ ફોનને પોતે ફાઇનાન્સ કરે છે અને પછી EMI બાઉન્સ થાય તો તેને લૉક કરી દે છે, પરંતુ RBI આ સિસ્ટમથી ખુશ નહોતી. તેનું કારણ એ હતું કે લોન આપતી વખતે આ વાત ક્યાંય લખવામાં આવતી નથી. હવે RBI ઇચ્છે છે કે જો લૉક કરવાનો નિયમ હોય, તો તે ઠીક છે પરંતુ ગ્રાહકને જાણ કર્યા બાદ.

RBI

તેનો અર્થ એ કે જ્યારે તમે સ્માર્ટફોન ફાઇનાન્સ કરાવો છો, ત્યારે નિયમો અને શરતોમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવશે કે જો EMI બાઉન્સ થાય છે, તો ફોન લૉક થઈ જશે. આ લૉકની ચાવી EMI ચૂકવ્યા બાદ જ મળશે. એટલે સમયસર EMI ચૂકવતા રહો.

error: Content is protected !!