fbpx

ગુજરાતમાં કામદારોના કલાકો માટેનું બિલ તો મંજૂર પણ તેનો અમલ કેટલો થશે?

Spread the love
ગુજરાતમાં કામદારોના કલાકો માટેનું બિલ તો મંજૂર પણ તેનો અમલ કેટલો થશે?

ગુજરાત વિધાનસભામાં સોમવારથી 3 દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું જેમાં ફેકટરી અમેડમેન્ટ એક્ટ 2025 બિલ મંજૂર કરી દેવામાં આવ્યું. આમ તો કેન્દ્ર સરકારે આ બિલ મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યું હતું. પરંતુ વિધાનસભાનું સત્ર નહોતું મળ્યું એટલે સત્તાવાર કાયદો નહોતો બન્યો.

નવા કાયદાની જોગવાઇ મજુબ હવે દિવસમાં 8 કલાકને બદલે 12 કલાક કામ કરવાની છૂટ મળી છે અને સપ્તાહમાં 48 કલાક જ કામ કરવાનું રહેશે.

જે કામદાર રોજ 12 કલાક કામ કરશે તેને સપ્તાહમાં 3 દિવસની સવેતન રજા મળશે અને ઓવરટાઇમ કરશે તો પગારથી બમણી રકમ મળશે. મહિલાઓને પણ રાત્રે કામ કરવાની છૂટ આપવામાં આવી. પરંતુ સવાલ એ છે કે, સરકાર આનો અસરકારક અમલ કરશે ખરી? બાકી ખાનગી કંપનીઓમાં તો આમ પણ 12 કલાક કામ લેવામાં આવે છે.

error: Content is protected !!