fbpx

સાંવરિયા શેઠની દાન પેટી ખુલી, 28 કરોડ રોકડા, ચાંદી 70 કિલો અને સોનું…

Spread the love
સાંવરિયા શેઠની દાન પેટી ખુલી, 28 કરોડ રોકડા, ચાંદી 70 કિલો અને સોનું...

રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં આવેલા ભાદરોડા ગામમાં આવેલા સાંવરિયા શેઠ મંદિરની દાન પેટી દર વર્ષે અમાવસ્યાની પહેલી ચર્તુદશીએ દાન પેટી ખોલવામાં આવે છે. આ વખતે પણ દાન પેટી ખુલી તો ભક્તોએ દિલ ખોલીને દાનની સરવાણી વહાવી હતી.

મંદિરમાં 9 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવી તો કુલ 28 કરોડ, 62 લાખ, 12 હજાર અને 206 રૂપિયા રોકડા નિકળ્યા અને 1 કિલો 270 ગ્રામ સોનું, 70 કિલો ચાંદી પણ દાન પેટીમાંથી નિકળી.

સાંવરિયા શેઠ મંદિર માટે એવી માનતા છે કે, જેટલું ભગવાનને ચઢાવો એનાથી ડબલ ભગવાન પાછું આપે છે અને એટલા આ મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

મંદિરમાં જે લોકો ભેટ ચઢાવે તે અલગ ભેટમાં કુલ 4 કરોડ 75 લાખ અને 565 ગ્રામ સોનુ, 73 કિલો ચાંદી ભેટમાં મળી છે.

error: Content is protected !!