fbpx

UPIથી પેમેન્ટ રિકવેસ્ટ થશે બંધ, 1 ઓક્ટોબરથી થશે મોટો બદલાવ

Spread the love
UPIથી પેમેન્ટ રિકવેસ્ટ થશે બંધ, 1 ઓક્ટોબરથી થશે મોટો બદલાવ

UPI પેમેન્ટ કેટલું કામનું છે તે કહેવાની જરૂર નથી. સ્કેન કરતા જ પેમેન્ટ થઈ જાય છે. જીવન ખૂબ જ સરળ બની ગયું છે, પરંતુ આ જ સરળતા સાયબર ઠગો માટે પણ થઇ ગઈ છે. UPI સાયબર ઠગો માટે લોકોને લૂંટવાની સૌથી લોકપ્રિય રીત બની ગઈ છે. એક પેમેન્ટ લિંક આવે છે અને એકાઉન્ટ ખાલી થઈ જાય છે, પરંતુ કદાચ 1 ઓક્ટોબરથી તેના પર લગામ લગાવી શકાય છે. જોકે છેતરપિંડી પૂરી રીતે બંધ થઈ જશે એમ નહીં કહી શકાય, પરંતુ એક મોટો બદલાવ તેમાં મદદ જરૂર કરશે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPIથી થનારી છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. 1 ઓક્ટોબર, 2025થી, Google Pay અને PhonePe જેવી એપ્સ પર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલવાનું બંધ થઈ જશે, જેનાથી આ પ્રકારની છેતરપિંડી રોકી શકાશે. ચાલો જાણીએ કેવી રીતે છેતરપિંડી રોકી શકાશે.

UPI

પેમેન્ટ રિક્વેસ્ટવાળું ફ્રોડ શું છે?

UPIથી પેમેન્ટ કરવાની 2 રીત છે. પહેલી જે તમે કોઈના મોબાઈલ પર પૈસા મોકલો છો અથવા QR કોડ સ્કેન કરો છો. બીજી રીત છે- પૈસા માટે રિક્વેસ્ટ મોકલવાની. મતલબ કે સામેથી એક લિંક આવે છે અને તમે તેના પર ક્લિક કરીને પેમેન્ટ કરો છો. આ પ્રોસેસ સામાન્ય રીતે બિઝનેસમાં વધુ ઉપયોગ થાય છે.

ઠગ આ ફીચરનો ફાયદો ઉઠાવે છે. OLX જેવી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્સ પર પણ આ પ્રકારના સ્કેમ તો ખૂબ સામાન્ય છે, જ્યાં સેલર્સના વેશમાં ઠગ પેમેન્ટ રિકવેસ્ટ મોકલીને ગ્રાહકોને ચૂનો લગાવે છે અને ગ્રાહકોને છેતરે છે. લોકો ઉતાવળમાં અથવા ભૂલથી આ રિકવેસ્ટને પૈસા મળવાની લિંક સમજી લેતા હતા. ક્લિક કરતા જ કાંડ થઈ જાય છે.

1 ઓક્ટોબરથી આવી પેમેન્ટ રિકવેસ્ટ બંધ થઈ જશે. હવે જો તમે પેમેન્ટ કરવા માગતા હોવ, તો તમારે જ કરવું પડશે. પછી ભલે મોબાઇલ નંબર પર ટ્રાન્સફર કરો કે QR કોડ પર. પેમેન્ટ મગાવવા વ્યવસ્થા બંધ થઈ જશે. આમ પણ તે ન હોવાથી કોઈ ફરક નહીં પડે કારણ કે UPI માટે એક મોબાઇલ નંબર પૂરતો છે.

તેની સાથે જ, તમને UPI Liteમાં ઓટો ટોપ-અપની સુવિધા પણ મળશે. જ્યારે પણ તમારા વૉલેટની રકમ એક નિશ્ચિત લિમિટથી ઓછી હશે તો તે આપમેળે ટોપ-અપ થઈ જશે, અને તમારે વારંવાર મેન્યુઅલી પૈસા નાખવાની જરૂર નહીં પડે.

error: Content is protected !!