
સંબંધોને શું થઈ રહ્યું છે? ક્યાંક પત્ની પોતાના પતિનો, તો ક્યાંક માતા પોતાના બાળકનો જીવ લઈ રહી છે. તાજેતરનો મામલો હરિયાણાના યમુનાનગરનો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે એક વહુએ પોતાના પિતા સમાન સસરાનો પ્રેમીના હાથે જીવ લઈ લીધો. આ ઘટનાના 5 દિવસ બાદ પોલીસે હત્યાનો કેસ ઉકેલી નાખ્યો, જેનાથી બધા ચોંકી ગયા. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે સસરાની હત્યારી તેની વહુ નીકળશે.
પાંચ દિવસ અગાઉ યમુનાનગરના રાદૌર શહેરમાં ઓમ પ્રકાશ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. તેનો લોહીથી લથપથ મૃતદેહ વાડામાં પડેલો મળ્યો હતો. હત્યા બાદ આરોપી વહુ રડી રડીને ન્યાય માગી રહી હતી. પરિવારનું કહેવું હતું કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં લે કારણ કે 25 દિવસમાં તેમના પરિવારમાં આ બીજી હત્યા હતી. પોલીસ તપાસમાં એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. પરિવાર પણ આ વાતથી હેરાન છે કે વહુએ જ હત્યા કરાવી હતી.

નોંધનીય છે કે, 20 દિવસ અગાઉ મૃતક ઓમ પ્રકાશના પૌત્રનો મૃતદેહ પણ પશ્ચિમી યમુના નહેરમાં તરતો મળી આવ્યો હતો. પોલીસને આ કેસમાં વહુ પર પણ શંકા છે. હવે તેની હત્યા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. હેરાનીની વાત એ છે કે હત્યાની આરોપી વહુ પોલીસ પર આરોપી લગાવી રહી હતી કે તેની મિલીભગતને કારણે આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારબાદ પોલીસે સમજાવીને પરિવારને શાંત કરાવ્યો હતો, પરંતુ તપાસમાં તો હેરાન કરી દેનારો ખુલાસો થયો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઓમ પ્રકાશની હત્યા પાછળ વહુ લલિતાનો હાથ હતો. તેણે પોતાના પ્રેમી કરતાર સાથે મળીને તેના સસરાનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી.
પોલીસની પકડમાં આવતા પહેલા વહુ લલિતા પોલીસ પર ગંભીર આરોપો લગાવી રહી હતી. તે મીડિયાને પણ કહી રહી હતી કે તે પોલીસનો વીડિયો બનાવે કેમ કે આ લોકો આરોપીઓ સાથે મળેલા છે. પરંતુ હવે પોલીસે હત્યાનું રહસ્ય ઉકેલી નાખ્યું તો લલિતા પાસે કહેવા માટે કંઈ પણ કહેવા લાયક બચી નથી. હાલમાં પોલીસે લલિતા અને તેના પ્રેમી કરતારની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

સસરાની હત્યા એટલે કરી દેવામાં કારણ કે, તેને વહુના આડા સંબંધોની ખબર પડી ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઓમ પ્રકાશને કરતાર સાથેના તેના સંબંધોનું સત્ય ખબર પડી ગઈ હતી. લલિતા નહોતી ઇચ્છતી હતી કે કોઈ બીજાને આ વાતની જાણ ન થાય. એટલે તેણે સસરાની હત્યાનું કાવતરું ઘડ્યું. તેણે પહેલા સસરાને વાડામાં સૂવા માટે મોકલ્યો અને પછી તેનું ગળું કાપી નાખ્યું. પોલીસ હવે 20 દિવસ અગાઉ પરિવારમાં થયેલી હત્યામાં લલિતાની ભૂમિકાની તપાસ કરી રહી છે. કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ તેની વધુ પૂછપરછ કરશે.
