
ગુજરાતમાં કોંગ્રેસની તાલિમ શિબિર જુનાગઢમાં 10 સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને 19 સપ્ટેમ્બરે સમાપન થવાનું છે. આ 10 દિવસની શિબિરમાં દિલ્હીના અનેક કોંગ્રેસ નેતાઓએ ધામા નાંખ્યા છે. રાહુલ ગાંધી 18 તારીખે ગુજરાત આવવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આવી શક્યા નથી.
આ પહેલા 12 સપ્ટેમ્બરે જ્યારે રાહુલ જુનાગઢ તાલિમ શિબિરમાં આવેલા ત્યારે જિલ્લા પ્રમુખોને સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યાં સુધી ગ્રાઉન્ડ લેવલ પર કામ નહી કરશો ત્યાં સુધી કઇ થઇ શકશે નહીં. લોકોની વચ્ચે જાઓ, અત્યારે જાતિવાદ અને રાજકારણ છોડી દો અને ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલી એમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવો. 9 જિલ્લા પ્રમુખોને અલ્ટીમેટમ પણ રાહુલ ગાંધીએ આપી દીધુ હતું.
