fbpx

નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

Spread the love
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

નવલી નવરાત્રીના પવિત્ર ઉત્સવનો 22 સપ્ટેમ્બર સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે તે પહેલા સુરત ખોડલધામ સમિતિનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.સુરતના કોસમાડી લાઇવ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબામાં અન્ય ધર્મના લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે તેવો ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત ખોડલધામ સમિતિએ કહ્યું છે કે, લવ જેહાદ અટકાવવા માટે અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ખૈલેયાઓની એન્ટ્રી પહેલા તેમના ID કાર્ડની તપાસ કરવામાં આવશે પછી જ એન્ટ્રી મળશે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાની હેઠળ સુરત ઉપરાંત 28 જગ્યાએ પારંપારિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.ગરબામાંથી જે ફંડ ઉભું થશે તે કેન્સરના ઉપચાર અને રિસર્ચ સેન્ટર માટે ઉપયોગમાં લેવાશે.

error: Content is protected !!