
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. અમે નેશનલ મેટીટાઇમ હેરીટેજ મ્યુઝીયમ વિશે વાત કરીશું જેની પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધી છે.
નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝીયમ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલ નજીક સરગવાળા ગામમાં આવેલું છે. 5000 વર્ષના સમૃદ્ધી વારસાને પ્રદર્શિત કરવા અને સંરક્ષણ કરવા માટે મ્યુઝીયમ બનાવાયું છે. લોથલ એ સિંધુ ખીણ સંસ્કૃતિનુ પ્રાચીન શહેર છે અને પ્રાચીન સાબરમતી નદી સાથે જોડાયેલું હતું.
નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝીયમમાં દુનિયાનું સૌથી ઉંચુ લાઇટ મ્યુઝીયમ બનવાનું છે. ઉપરાંત 14 ગેલેરી બનશે જેમાં ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડનો ઇતિહાસ હશે. આ મ્યુઝમ ટુરિસ્ટ સ્પોટ બનવાનું છે.
