
સામાન્ય રીતે આપણે નણંદ-ભાભી વચ્ચેના ઝઘડાની વાતો સાંભળીએ છીએ, પરંતુ જબલપુરના એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. એક નણંદ તેની ભાભીની સુંદરતા પર મોહિત થઇ ગઇ પડી અને બંને પ્રેમમાં પડ્યા. પરિસ્થિતી એવી થઈ ગઈ કે નણંદ અને ભાભી પોતાના ઘર અને પરિવાર છોડીને ભાગી ગઈ.
આ ઘટના અમરપાટન વિસ્તારમાં બની હતી, જ્યાં આશુતોષ નામના યુવકે લગભગ 7 વર્ષ અગાઉ સંધ્યા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમનું લગ્નજીવન સારી રીતે ચાલી રહ્યું હતું અને તેમને 5 વર્ષનો પુત્ર છે. આ દરમિયાન આશુતોષ અને તેની પત્ની તેના પુત્રના શિક્ષણ માટે જબલપુરમાં શિફ્ટ થઈ ગયા.

જબલપુરમાં તેમના ઘરે આશુતોષની પિતરાઈ બહેન માનસી વારંવાર આવતી-જતી રહેતી હતી અને નણંદ-ભાભી વચ્ચે ખૂબ વાતચીત પણ થતી હતી. તેઓ ઘણીવાર સાથે બજારમાં જતી હતી. જોકે, તેમના પારિવારિક સંબંધોને કારણે કોઈને કંઈ શંકા નહોતી. બધું સામાન્ય હતું.
આ દરમિયાન 12 ઑગસ્ટના રોજ આશુતોષની પત્ની સંધ્યા અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ અને બીજા દિવસે તે જબલપુર રેલવે સ્ટેશન પર મળી હતી અને પછી થોડા સમય સુધી પતિ અને પુત્ર સાથે રહી, પરંતુ 22 ઓગસ્ટના રોજ તે પોતાનો મોબાઇલ ફોન ઘરે છોડીને બહાર ગઈ તો પાછી ફરી જ નહીં અને અત્યાર સુધી ગુમ છે.

પતિ પોતાની ગુમ થયેલી માટે ચિંતિત હતો, પરંતુ તેને ક્યારેય શંકા નહોતી કે તેની પત્ની અને તેની બહેન વચ્ચેનો સંબંધ માત્ર પારિવારિક નથી. પત્નીના ગુમ થયાના થોડા દિવસો બાદ જ્યારે તેણે ઘરે તેની પત્નીનો ફોન ચેક કર્યો, તો તેમાં નણંદ અને ભાભી વચ્ચે રોમેન્ટિક વાતચીત જોવા મળી, જેનાથી તે ચોંકી ગયો.
ASP સૂર્યકાંત શર્માએ જણાવ્યું કે પીડિતાના પતિ તરફથી જબલપુર ગ્રામ્યના ઘમાપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. પત્ની તેનો ફોન પોતાની સાથે ન લઈ ગઈ હોવાથી, તેને ટ્રેસ કરવામાં સમસ્યા આવી રહી છે. જોકે, પોલીસને કેટલાક ટેક્નિકલ પુરાવા મળ્યા છે, જેના આધારે ગુમ થયેલી પત્નીની શોધખોળ કરવામાં આવી રહી ચાલુ છે.
