1.jpg?w=1110&ssl=1)
અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલીના લેટરકાંડમાં ચર્ચામાં આવેલા વેકરીયાના આ ઓડિયોથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
પાટીલના અવાજમાં સભળાઇ રહ્યું છે કે, તેઓ કૌશિક વેકરીયાને કહી રહ્યા છે કે,મેં ફોન કર્યો, વ્હોટસેપ કર્યો તારો પછી ફોન આવ્યો નહીં.વેકરીયાએ કહી રહ્યા છે કે,લીલાયા વાળું કામ શોર્ટ આઉટ કરી દીધું છે. પાટીલે કહ્યુ કે, તો મને કહેવું જોઇએને તારે. કિલ્લો એક સાથે પડતો નથી, ધીમે ધીમે કાંગરા ખરે, મેં તને મોટો કર્યો પણ તું સાચવશે નહીં તો મુશ્કેલી થશે.તારા ઘણા દુશ્મનો છે.
