
સહારા ઇન્ડિયામા જે લોકોના પૈસા ફસાયા છે તેમના માટે ખુશખબર છે. જાણવા મળેલી માહિતી મુજબ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ સહારા ઇન્ડિયાની લગભગ 88 સંપત્તિ ખરીદી લેશે. સુપ્રીમ કોર્ટની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
6 સપ્ટેબરે સહારા ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં ટર્મશીટ રજૂ કરી હતી, જેમાં જણાવાયું છે કે, સહારા ગ્રુપની એંબીવેલી, મુંબઇની સહારા હોટલ સહીતની કુલ 88 પ્રોપર્ટીઝ અદાણી ગ્રુપ ખરીદી લેશે. એક સાથે જ બધી ડીલ થશે અને ડીલની રકમ ગુપ્ત રાખવામાં આવી છે. એક સીલ બંધ કવરામાં ડીલ રજૂ કરવામાં આવશે.
અદાણીની સંપત્તિની જે રકમ આવશે તે સેબીના સહારા રિફંડ એકાઉન્ટ અથવા સુપ્રીમ કોર્ટ જે ખાતામાં કહેશે તેમાં સીધી જમા કરાવવામાં આવશે જેને કારણે રોકાણકારોને ઝડપથી રૂપિયા મળી શકશે.
