fbpx

કરુર રેલીમાં 17 મહિલા, 13 પુરુષ, 9 બાળકોએ જીવ ગુમાવ્યો અને વિજય પ્લેન પકડી ચેન્નાઈ ભાગી ગયો

Spread the love
કરુર રેલીમાં 17 મહિલા, 13 પુરુષ, 9 બાળકોએ જીવ ગુમાવ્યો અને વિજય પ્લેન પકડી ચેન્નાઈ ભાગી ગયો

તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં અફરાતફરી મચી જવાને કારણે 39 લોકોના મોત થયા છે, જ્યારે 70 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. તમિલગા વેટ્રી કઝગમના નેતા અને અભિનેતા વિજયે આ રેલીનું આયોજન કર્યું હતું. રેલી દરમિયાન અચાનક અફરાતફરી મચી ગઈ. જીવ ગુમાવનારા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. તમામ ઇજાગ્રસ્તોની કરુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કરુરમાં ઉપસ્થિત મંત્રી એમ. સુબ્રમણ્યમે કહ્યું કે, ‘અફરાતફરીમાં 39 લોકોના મોત થયા છે અને 70થી વધું લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોનું સ્વાસ્થ્ય સ્થિર છે. અને અફરાતફરીમાં જે 39 લોકોના મોત થયા છે, તેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. આ ઘટના બનતાની સાથે જ વિજય સ્થળ પરથી પોતાની ગાડીમાં બેસીને એરપોર્ટ ભાગી ગયો હતો અને ત્યાંથી પ્લેન પકડીને સીધો ચેન્નાઈ તેના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાંથી ટ્વીટ કરી હતી કે મને ખૂબ દુઃખ છે. 

Vijay-rally-stampede

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ ઘટનામાં 39 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને દરેક શોકગ્રસ્ત પરિવારને 10 લાખ રૂપિયા અને ICUમાં દાખલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. આ દુર્ઘટનાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ અરુણા જગદીશનના નેતૃત્વમાં એક સભ્યનું તપાસ પંચ બનાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘તમિલનાડુના કરુરમાં રાજકીય રેલી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત દુઃખદ છે. મારી સંવેદનાઓ એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે તેવી કામના કરું છું. હું ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.’

અકસ્માત બાદ તુરંત જ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું કે કરુરથી આવી રહેલા સમાચાર ચિંતાજનક છે. 2 મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્ય ઇજાગ્રસ્તોને મદદ કરી રહ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટરને ભીડમાં ફસાઈને બેહોશ થઈ ગયેલા અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સુવિધા પૂરી પાડવા સૂચના આપી છે. તેમણે પડોશી તિરુચિરાપલ્લી જિલ્લાના મંત્રીને પણ યુદ્ધના ધોરણે તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી છે.

સાથે જ મેન ADGP સાથે વાત કરી છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. તેમણે જનતાને ડૉક્ટરો અને પોલીસને સહયોગ કરવાનો અનુરોધ કર્યો છે.

Vijay-rally-stampede1

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ગઈકાલે મોડી રાત્રે રાજ્ય સચિવાલય પહોંચ્યા હતા, જ્યાં તેમણે કરુર રેલીમાં થયેલી અફરાતફરીને અંગે મુખ્ય સચિવ, DGP અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી સ્ટાલિન આજે કરુરની મુલાકાત લેશે. મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે TVKએ વિજયના રોડ શૉ માટે મંજૂરી માગી, ત્યારે પ્રશાસને કરુરમાં ખુલ્લા મેદાનમાં સભા યોજવાની સલાહ આપી હતી. જોકે, પાર્ટીએ તેમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ભીડ વિજયની વાન સાથે ચાલવા લાગી અને ભીડ વધતી ગઈ, જેના કારણે ઘણા લોકો થાકી ગયા. જેટલી સંખ્યામાં ભીડ જમા થઈ તેને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ઘણી મહિલાઓ તેમના બાળકો સાથે કાર્યક્રમમાં આવી હતી.

તમિલનાડુના કરુરમાં પોતાની રેલીમાં થયેલી ભાગદોડ બાદ, અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કા, મારું દિલ તૂટી ગયું છે. હું અસહ્ય પીડા અને દુ:ખમાં છું, જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. કરુરમાં જીવ ગુમાવનારા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો ઝડપી સ્વસ્થ થાય તે માટે હું પ્રાર્થના કરું છું.

error: Content is protected !!