fbpx

પ્રાંતિજ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ બિલ્ડીંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ બિલ્ડીંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયો
– ૧૪૫૯ કરોડ ના ખર્ચે બનેલ ન્યાય મંદિર ને ખુલ્લુ મુકવામા આવ્યુ
– આરોગ્ય અને કાયદા મંત્રી તથા ગુજરાત હાઇકોર્ટ ના જજ દ્રારા ખુલ્લુ મુકયુ
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા મા તાલુકા કોર્ટ ભવન નુ લોકા ર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , કાયદો , ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઇકોર્ટ ના જજ હેમંત પ્રચ્છક ની ઉપસ્થિત મા યોજાયો


પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ કોર્ટ ના જુના બિલ્ડીંગ ને જમીન દોષ કરી અધ્યતન અને તમામે-તમામ સુવિધાઓથી સજ્જ અને રૂપિયા ૧૪૫૯ કરોડના ખર્ચે બનેલ કોર્ટ ભવનનો લોકો ર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ,કાયદો, ન્યાય તંત્ર મંત્રી ઋષિકેશ પટેલ અને  ગુજરાત હાઇકોર્ટ ના જજ હેમંત પ્રચ્છક દ્રારા ઉદ્ઘાટન કરવામા આવુ હતુ આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, ન્યાય તંત્રની સુચારુ વ્યવસ્થા માટે તાલુકા કોર્ટના સુવિધાસભર  બિલ્ડીંગો ગુજરાતના તમામ તાલુકાઓમાં તૈયાર થઈ રહ્યા છે નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સાચો ન્યાય મળી તે ખૂબ જરૂરી છે આ તબક્કે તેમણે જણાવ્યું કે ન્યાયાધીશનું પદ ભગવાન સમાન છે આપણે  ન્યાય માટે બે જગ્યાએ જોઈએ છીએ એક ભગવાનના મંદિરે અને બીજું ન્યાયના મંદિરે હવે મંદિરની વ્યાખ્યા બદલાઈ રહી છે ભગવાનનું મંદિર તો મંદિર છે જ પણ આપણે ન્યાયના આ સંકુલને પણ મંદિર સમાન માનીએ છીએ સરસ્વતીનું મંદિર અને હવે આરોગ્ય કેન્દ્રોને મંદિરોનો દરજ્જો આપવામાં આવ્યો છે ન્યાયાધીશ અને વકીલો માનવીય સંવેદના સાથે આવનાર લોકોને ન્યાય આપે તે આવકાર્ય છે ગુનેગારોના મનમાં ડરનું વાતાવરણ ઊભું થવું તે પણ જરૂરી છેવધુમાં તેમણે ઉમેર્યું કે, આપણે સૌ ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ ત્યારે આજની આધુનિક કોર્ટ બિલ્ડીંગોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી નાગરિકોને ઝડપી ન્યાય મળે તો આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ  પ્રચ્છકે જણાવ્યું હતું કે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી ન્યાય પહોંચાડવાનો છે ન્યાયનું સ્વરૂપ નહીં ન્યાયની ભાવના ખૂબ જરૂરી છે પ્રાંતિજ તાલુકામાં 66 ગામોનો સમાવેશ થયેલો છે સ્વતંત્રતા પહેલા પ્રાંતિજમાં કોર્ટ હતી જે આ વિસ્તારની મહત્તા સમજાવે છે આ વિસ્તાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો  વિસ્તાર છે  સુનિયોજિત વર્કિંગ પ્લાન સાથેના આ અત્યાધુનિક બિલ્ડીંગમાં લોકોને ત્વરિત ન્યાય મળે તે માટે સૌએ પ્રયત્નશીલ રહેવા તેમણે અપીલ કરી હતી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોર્ટેના જજ  કે આર રબારી, પ્રાંતિજ કોર્ટ જજ  બીઆર સોલંકી,  ધારાસભ્ય  ગજેન્દ્રસિંહ પરમાર,  જિલ્લા કલેક્ટર  લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા  ડૉ પાર્થરાજસિંહ ગોહિલ, પૂર્વ શિક્ષણ મંત્રી  જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ  દીપસિંહ રાઠોડ,  પૂર્વ ધારાસભ્ય  મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લાની અન્ય કોર્ટના સર્વે જજ શ્રીઓ ,  પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ બાર એસોસિએશનના પ્રમુખ વિનુભાઇ પટેલ , યોગેશ ભાઇ રાવલ , રશ્મિ ભાઇ પટેલ , જમનાદાસ નરસિધાણી  , રાજુભાઇ બ્રહ્મભટ્ટ , પ્રકાશભાઇ જોષી , મેહુલસિંહ , ખાલિદ ભાઇ સહિત તમામે-તમામ બાર સભ્યો તથા મોટી સંખ્યા મા વકીલો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!