fbpx

પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો

Spread the love

પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો
– વિધાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
– વિધા વિહાર  , ઇંગ્લીશ મેડીયમ  , વિજ્ઞાન પ્રવાહ   ના વિધાર્થીઓ ગરબે ધુમ્યા
                   

 પ્રાંતિજ તા.૨૭|૯|૨૦૨૫
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ અવરઓન હાઇસ્કુલ ખાતે એક દિવસીય નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિધાર્થીઓ મન મુકીને ગરબે ઘુમતા જોવા મલ્યા હતા


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી વિજ્ઞાન પ્રવાહ   , વિધા વિહાર  , ઇંગ્લીશ મેડીયમ સહિત વિવિધ સંસ્થાઓમા એક દિવસીય નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિધાર્થીઓ સાથે વાલીઓ પણ ગરબે ઘુમતા જોવા મળ્યા હતા તો વિવિધ સંસ્થામાં સંસ્થા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ જગ્યાએ નવરાત્રી યોજાઈ તો આ પ્રસંગે પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ  , જયંતિભાઇ પટેલ   , વિજ્ઞાન પ્રવાહ આચાર્ય પી.કે.પટેલ  , ઈંગ્લિશ મેડીયમ સ્કુલ  ના આચાર્ય દર્શિલ ભાઇ દેસાઇ તથા જાગૃતિ બેન શાહ , વિધા વિહાર સ્કુલ ના આચાર્ય પરેશભાઇ પરમાર  સહિત સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!