
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શનિવારે સુરતના વરાછા રોડ પર રત્નકલાકાર અધિકાર યાત્રા કાઢી અને માનગઢ ચોકમાં જાહેર સભા પણ કરી. નવાઇની વાત એ છે કે આમ આદમી પાર્ટીએ જેવી રત્નકલાકાર અધિકાર યાત્રાની જાહેરાત કરી કે એજ દિવસે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરીને રત્નકલાકારોના ફોર્મ મંજૂરી વિશે જાહેરાત કરી.
સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી જે.બી દવેએ પ્રેસ કોન્ફરન્સમા કહ્યુ કે, સુરતમાંથી કુલ 74268 અરજીઓ મળી હતી, જેમાં 47599 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને એમાં કુલ 50241 રત્નકલાકારોના સંતાનોની ફી સરકાર સીધી જમા કરાવશે.
સુરત જિલ્લા કલેકટર સૌરભા પારઘીને અમે પુછ્યું કે રત્નકલાકારોના સંતાનોને ક્યારે ફી મળશે? તો તેમણે કહ્યુ કે, લગભગ 10થી 15 દિવસમાં રત્નકલાકારોના સંતાનોની ફી જમા કરાવી દેવાશે.
