fbpx

લોકો આવા ઢોંગીની વાતમાં કંઈ રીતે આવી જતા હશે

Spread the love
લોકો આવા ઢોંગીની વાતમાં કંઈ રીતે આવી જતા હશે

દિલ્હીના વસંત કુંજમા આવેલી શ્રી શારદા ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા મેનેજમેન્ટનો રિસર્ચ હેડ સ્વામી ચૈતન્યાનંદ છેલ્લાં કેટલાંક દિવસોથી ભાગતો ફરતો હતો, પરંતુ આખરે આગ્રાની એક હોટલમાંથી પોલીસે તેને પકડી લીધો છે.

ચૈતન્યાનંદનું સાચું નામ પાર્થ સારથી છે અને તે ઘણા દિવસથી ફરાર હતો, કારણકે 17 વિદ્યાર્થીનોએ તેની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ચૈતન્યાનંદ શનિવારે બપોરે આગ્રાની એક હોટલમાં રોકાયો  હતો જેની માહિતી પોલીસને મળી હતી. પોલીસે રૂમ નં 101માં જઇને સ્વામીની પકડી લીધો હતો અને દિલ્હીની કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

ચૈતન્યાનંદે શુક્રવારે દિલ્હીની પતિયાલા કોર્ટમા આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. આખરે ધરપકડ સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો નહોતો.

error: Content is protected !!