fbpx

ઉત્તરાખંડની ભાજપ સરકારે પ્રચાર પાછળ 1000 કરોડ ખર્ચ્યા, મીડિયાને આટલા મળ્યા

Spread the love
ઉત્તરાખંડની ભાજપ સરકારે પ્રચાર પાછળ 1000 કરોડ ખર્ચ્યા, મીડિયાને આટલા મળ્યા

ઉત્તરાખંડની ભાજપની પુષ્કર સિંહ ધામીની સરકારે છેલ્લાં 5 વર્ષમાં પ્રચાર અને જાહેર ખબર માટે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો છે. ન્યૂઝ લોન્ડ્રી સમાચારના એક અહેવાલમાં 2020થી 2024-25 સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ન્યૂઝ લોન્ડ્રીનો દાવો છે કે તેમની પાસે બધા દસ્તાવેજી પુરાવા છે.

પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના નાનામાં નાના કાર્યક્રમોના પ્રચાર પાછળ કરોડો ખર્ચ્યા છે. છેલ્લાં 5 વર્ષમાં ટેલીવિઝન મીડિયાને 427 કરોડ રૂપિયા જાહેર ખબર પેટે ચૂકવામાં આવ્યા. ઉપરાંત પ્રિન્ટ મીડિયાને 129 કરોડ, ડીજીટલ મીડિયાને 61 કરોડ, રેડિયોને 30 કરોડ, ફિલ્મની વચ્ચે જે જાહેર ખબર આવે તેની પાછળ 23 કરોડ, એસએમસ પાછળ 40 કરોડ, આઉટોડર પબ્લીસીટી માટે 49 કરોડ, પુસ્તિકા પાછળ 56 કરોડ અને સમાચાર પત્ર એજન્સીઓ પાછળ 128 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

error: Content is protected !!