fbpx

પ્રાંતિજ ના સોનગઢ ખાતે મકાન ને લઈ ને બોલાચાલી બાદ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

Spread the love

પ્રાંતિજ ના સોનગઢ ખાતે મકાન ને લઈ ને બોલાચાલી બાદ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
                 

       

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સોનગઢ ખાતે મકાને લઈ ને બોલાચાલી બાદ બિભસ્ત ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સોનગઢ ખાતે રહેતા ગોપાલભાઈ કાળાભાઇ પરમાર એ પશાભાઇ કાળાભાઇ પરમાર ને તેઓનુ ધર પોતાને આપી દેવા જણાવતા પશાભાઇ કાળાભાઇ પરમારે ધર પોતાનુ કહેતા ગોપાળ ભાઇ કાળાભાઇ પરમાર ને એકદમ ઉશ્કેરાઈ જઈ પશાભાઇ કાળાભાઇ પરમાર ને બિભસ્ત ગાળો-બોલી પશાભાઇ તથા તેમના પુત્ર રાહુલ કુમાર પરમાર ને રૂબરૂ મા તેમજ પત્ર દ્રારા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં પશાભાઇ કાળાભાઇ પરમાર રહે.સોનાસણ તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા દ્રારા ગોપાળભાઇ કાળાભાઇ પરમાર રહે.સોનગઢ તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ-૩૫૨,૩૫૧(૩),૩૫૧(૪) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!