fbpx

છૂટાછેડા થઇ ગયા પછી યુવકે દૂધથી સ્નાન કર્યું, અને ‘હેપ્પી ડિવોર્સ્ડ’ લખેલી કેક કાપી ડિવોર્સની ઉજવણી કરી

Spread the love
છૂટાછેડા થઇ ગયા પછી યુવકે દૂધથી સ્નાન કર્યું, અને 'હેપ્પી ડિવોર્સ્ડ' લખેલી કેક કાપી ડિવોર્સની ઉજવણી કરી

આજકાલ, પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધી રહ્યા છે, જેના કારણે ઘણા લોકો લગ્નજીવનમાંથી અલગ થઈને છૂટાછેડા લેવા માટે પ્રેરાય છે. છૂટાછેડાની પ્રક્રિયા ઘણી લાંબી અને કંટાળાજનક હોય છે. તેથી, જ્યારે આ પ્રક્રિયા પુરી થાય છે, ત્યારે લોકો ખૂબ રાહત અનુભવે છે. આ જ વાતને લઈને એક વિડિઓ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં, એક પુરુષ તેને છૂટાછેડા મળ્યાની ઉજવણી કરી રહ્યો છે. ઉજવણી કરવા માટે, તેણે પહેલા દૂધથી સ્નાન કર્યું, પછી નવા કપડાં અને બુટ પહેર્યા ત્યાર પછી કેક પણ કાપી. સોશિયલ મીડિયા પર લોકો માણસની આ ઉજવણી કરવાની અનોખી રીત પર ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકોને તે ગમે છે, જ્યારે કેટલાકને તે ગમતું નથી. તો ચાલો જાણીએ શું આખો મામલો શું છે.

Celebrates-Divorce3

સોશિયલ મીડિયા પર એક માણસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના લગ્ન તૂટવાનો એટલે કે તેને મળેલા છૂટાછેડાની ઉજવણી કરી રહ્યો છે. વીડિયોમાં, તે તેની માતા સાથે દૂધથી સ્નાન કરતો જોવા મળે છે. ત્યારપછી, તે નવા કપડાં પહેરીને એક કેક કાપે છે. જેના પર ‘હેપ્પી ડિવોર્સ્ડ’ લખેલું હોય છે. આ ઉજવણીમાં તેની માતા પણ તેની સાથે હાજર હોય છે, અને તે ખૂબ ખુશ દેખાય છે અને તેને ઉત્સાહિત કરી રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, ત્યાર પછી તે વાયરલ થઇ ગયો. ઇન્સ્ટાગ્રામ યુઝર બિરાદર DK દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તે દૂધથી સ્નાન કરે છે, નવા કપડાં પહેરે છે અને પછી કેક કાપે છે.

Celebrates-Divorce4

ક્લિપની શરૂઆતમાં, તમે તેની માતાને તે માણસ પર દૂધ રેડતા જોઈ શકો છો, ત્યારપછી આ માણસ કેક કાપવાની વિધિ કરે છે. કેપ્શનમાં, બિરાદરએ લખ્યું, ‘કૃપા કરીને ખુશ રહો અને તમારી જાતને સેલિબ્રેટ કરો, ઉદાસ ન થાઓ. 120 ગ્રામ સોનું અને 18 લાખ રૂપિયા રોકડા લીધા નહીં, આપી દીધા. હું એકલો છું, ખુશ છું, આઝાદ છું, મારું જીવન, મારા નિયમો, એકલો અને ખુશ.’ આનાથી એવું લાગે છે કે, તેણે એ સંકેત આપ્યા કે, તેણે ન તો સોનું લીધું કે ન તો રોકડા રૂપિયા અને હવે ‘મુક્ત અને ખુશ’ છે.

Celebrates-Divorce3

samrat.tiwary.56 નામના યુઝરે લખ્યું, ‘અભિનંદન.’ બીજા યુઝરે લખ્યું, ‘કૃપા કરીને ફરીથી લગ્ન ન કરતા… તમારી માતા તમારી સંભાળ રાખવા માટે પૂરતી છે… આનંદ માણો.’ karan-dubey નામના યુઝરે લખ્યું, ‘અભિનંદન ભાઈ, આ નર્કરૂપી જીવનમાંથી છુટકારો મેળવવા બદલ.’ priya1306bhardwaj નામના યુઝરે લખ્યું, ‘સિંગલ લાઈફ સૌથી સારી છે.’ monikaa2205 નામના યુઝરે લખ્યું, ‘મને આશા છે કે તમારી ભૂતપૂર્વ પત્ની તમારા કરતા વધુ ખુશ હશે.’ girineha_30 નામના યુઝરે લખ્યું, “પ્રિય છોકરીઓ, જો તમે તમારા જીવનમાં શાંતિથી જીવવા માંગતા હો, તો કૃપા કરીને મમ્મા નામની વસ્તુથી દૂર રહો, નહીં તો તમારા જીવનની સૌથી મોટી આફત જોવા માટે તૈયાર રહો.’

error: Content is protected !!