fbpx

સુરતનો કંસ મામો, ભાણેજના 7 ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા, ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોતે જ ગયો, યુટ્યૂબ જોઈ પ્લાનિંગ કર્યું

Spread the love
સુરતનો કંસ મામો, ભાણેજના 7 ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા, ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોતે જ ગયો, યુટ્યૂબ જોઈ પ્લાનિંગ કર્યું

મામા અને ભાણેજ વચ્ચે ખૂબ જ સ્નેહભર્યા સંબંધો હોય છે. લોકો મા બાદ મામાને સૌથી વધુ પસંદ કરતા હોય છે અને કોઈ પુરુષ મામા બને તો તેને 2 મા જેટલા સન્માન મેળવવાનું સૌભાગ્ય મળે, પરંતુ આજ મામા હેવાન બને ત્યારે સંબંધો તાર-તાર થઈ જાય. આવો જ કંઈક મામલો સુરતથી સામે આવ્યો છે.

સુરાતમાં 2 દિવસ અગાઉ સાળી સાથે લગ્ન કરવાની જીદ પકડી બેઠેલા બનેવીએ લોહિયાળ ખેલનો મામલો હજુ શાંત પણ નહોતો કે શહેરના આ જ વિસ્તારમાંથી પારિવારિક ઝઘડામાં વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકે પોતાની બહેનના પૂત્ર એટલે કે ભાણેજ સાથે કઈક એવું કૃત્ય કરી નાખ્યું છે, જે જાણીને તમે કહેશો માનવતા ખરેખર મરી પરવારી છે.

02

સુરતમાં એક મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ પોતાના જ ભાણેજ મોહમ્મદ આમીર આલમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. હત્યા કરવાનું કઈ ઓછું હોય તેમ પોતાના ગુનાને છુપાવવા માટે તેને મામાએ ભાણેજના 7 ટુકડા કરી નાખ્યા અને ખાડીમાં ફેંકી દીધા, ત્યારબાદ હત્યા કરનાર મામાએ જ ગુરુવારે રાત્રે ગુમ થયાની ખોટી ફરિયાદ કરી.

shocking-incident1

પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી, દરમિયાન મામા મોહમ્મદ ઈતેકારની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરી હતી, ત્યારે તે ભાગી પડ્યો હતો અને આ નિર્મમ હત્યાની કબૂલાત આપતા સમગ્ર હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઊઠી હતી. કારણ કે આરોપીની પૂછપરછ દરમિયાન તેને મૃતદેહના ટુકડા ખાડીમાં ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, ત્યારે પોલીસે ફાયર વિભાગની એક ટીમની મદદથી બોટ વડે ખાડીમાં તપાસ હાથ ધરી હતી.  આરોપી મામો ભાણેજના 7 ટુકડા કરી તેને કોથળામાં પેક કરીને મોપેડમાં લઈ જતો હોવાના CCTV પણ સામે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે મૃતક મોહમ્મદ આમીર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે. તેઓ ભાઠેનામાં શિવશક્તિ નગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. મામા-ભાણેજ ઉધના રોડ નંબર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણાં સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો, પરંતુ રોકડ મામાને આપતો નહોતો. જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા.

01

થોડા સમય અગાઉ બંનેએ છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. રવિવારની સાંજે ખાતા પર જમ્યા બાદ તેઓ ફ્લેટ પર ગયા બાદ મામાએ ખૂની ખેલ ખેલ્યો હતો. બાદમાં પોલીસે લાલ આંખ બતાવતા મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની વાત સ્વીકારી હતી. ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને છરી સહિતના પુરાવાઓ જપ્ત કરીને ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

shocking-incident2

પૈસાની આ લેતી-દેતી અંગે મામા-ભાણેજ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી. એટલે મામાએ સંજયનગર પાસે ખાતું ભાડે રાખી લીધું હતું અને પોતાના ભાગના 30માંથી 15 મશીન આપી દેવા ભાણજને કહેતા તેણે ના પાડી દીધી હતી., મામાએ ભાણેજની હત્યાનો પ્લાન એક મહિના અગાઉ જ બનાવ્યો હતો.

ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેશ દેસાઈના જણાવ્યા મુજબ, જ્યારે ભાણેજ આમીર પોતાના રૂમમાં ઊંઘમાં હતો, ત્યારે ઇફ્તિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી. આરોપી મામા અને ભાણેજ ભાઠેનાના એક ફ્લેટમાં સાથે રહેતા હતા. જ્યારે અન્ય તેના ભાઈ અને કારીગરો ખાતા પર રહેતા હતા. વારંવાર હિસાબોના ઝઘડાને લઈ ભાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી લીધો હતો. હત્યા કઈ રીતે કરવી? પુરાવા કઈ રીતે નાશ કરવા? અને જો પકડાઈ જવાઈ તો કેટલી સજા થાય તેની જાણકારી તેણે યુટ્યુબ પરથી મેળવી હતી. છેલ્લા એક મહિનામાં તેણે 20 વખત આ અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીધા હતા. હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે મૃતદેહના 7 ટુકડા કર્યા હતા. બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીંઠી ખાડીમાં લાશના ટુકડાઓ કોથળામાં ભરીને ફેંકી દીધા હતા. બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતુ ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આવ્યો હતો.

error: Content is protected !!