fbpx

ગુજરાતના નવા મંત્રી મંડળમાં ભાજપ આ ફોર્મ્યૂલા અપનાવી શકે છે

Spread the love

ગુજરાતના નવા મંત્રી મંડળમાં ભાજપ આ ફોર્મ્યૂલા અપનાવી શકે છે

ભારતીય જનતા પાર્ટી હમેંશા ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતી છે. કોઇએ ઘારણા પણ ન રાખી હોય તેવા નિર્ણયો ભાજપે અનેક વખત લીધા છે. વિજય રૂપાણીના રાજીનામા પછી ભૂપેન્દ્ર પટેલને  CM બનાવી દેવાયા હતા જેમને કોઇ જાણતું પણ નહોતું.

રાજકીય પંડિતોને કહેવું છે કે, ભૂપેન્દ્ર દાદાના મંત્રી મંડળના વિસ્તરણમાં પણ ભાજપ અનેક એવા ચોંકાવનારા નિર્ણયો લેશે. ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખીને બે નવા નાયબ મુખ્યમંત્રી ભાજપ આ વખતે બનાવી શકે જે દાદાની સરકારમા નહોતા.તેમાં પણ એક નાયબ મુખ્યમંત્રી પુરુષ અને બીજી મહિલા હોય શકે છે.

 કદાચ એવું પણ બને કે ભાજપ કોઇ નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવી દે અને આખે આખું મંત્રી મંડળ બદલી નાખે જે રીતે રાજસ્થાનમાં કરવામાં આવ્યુ હતું. અથવા મહારાષ્ટ્રની ફોર્મ્યુલા મુજબ કોઇ દિગ્ગજને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને બે નાયબ મુખ્યમંત્રી હોય જે બંને પુરુષ હોય.

error: Content is protected !!