fbpx

પુતિનના અંગત જીવન પર નવું પુસ્તક, દાવો- ‘કેલેન્ડર ગર્લ અને ઓલિમ્પિક જીમનાસ્ટ સાથે અફેર

Spread the love

પુતિનના અંગત જીવન પર નવું પુસ્તક, દાવો- ‘કેલેન્ડર ગર્લ અને ઓલિમ્પિક જીમનાસ્ટ સાથે અફેર

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અંગત જીવન વિશેના ઘણા રહસ્યો એક નવા પુસ્તકમાં ખુલ્યા છે. આ પુસ્તકનું નામ ‘ધ ઝાર હિમસેલ્ફ: હાઉ વ્લાદિમીર પુતિન ડિસીવ્ડ અસ ઓલ’ છે. તે બે રશિયન પત્રકારો, રોમન બદાનિન અને મિખાઇલ રુબિન દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ખુલાસો થયો છે કે પુતિનનું જીવન જૂઠાણા અને રહસ્યોથી ભરેલું છે. પુતિન તેમની પહેલી પત્ની લ્યુડમિલા સાથે લગ્ન કર્યા હતા અને તેમને 2 બાળકો છે. જોકે 2014માં તેમના છૂટાછેડા થયા હતા. એવું માનવામાં આવે છે કે પુતિનના અસંખ્ય અફેરને કારણે છૂટાછેડા થયા. પુસ્તકમાં કહેવામા આવ્યું છે કે રાષ્ટ્રપતિ બનતા પહેલા પુતિને 20 વર્ષની સ્વેતલાના ક્રિવોનોગિખ સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, જે દુકાનમાં સફાઈકર્મી હતી.

putin2

2003માં સ્વેત્લાનાએ પુતિનની ત્રીજી પુત્રી એલિઝાવેતાને જન્મ આપ્યો, પરંતુ પુતિને ક્યારેય તેને ન સ્વીકારી. અફવા છે કે સ્વેતલાના હવે ખૂબ જ શ્રીમંત છે. તેણે સેન્ટ પીટર્સબર્ગ નજીક એક મોંઘો સ્કી રિસોર્ટ ખરીદ્યો અને એક બેંકમાં ભાગીદારી પણ લીધી છે. આ પુસ્તકમાં 17 વર્ષની છોકરી એલિસા ખરચેવાનો પણ ઉલ્લેખ છે, જે પુતિનનું સન્માન કરતા કેલેન્ડરમાં જોવા મળી હતી. એવું પણ કહેવાય છે કે તે પણ પુતિન સાથે જોડાયેલી હતી, મોસ્કોમાં એક સારું ઘર અને એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

કહેવાય છે કે પુતિનનો ઓલિમ્પિક જિમ્નાસ્ટ એલિના કાબાયેવા સાથે પણ સંબંધ હતો, જ્યારે તેઓ પહેલી પત્ની સાથે લગ્ન સંબંધમાં હતા. જોકે પુતિને ક્યારેય આ વાત સ્વીકારી નથી, પરંતુ ફ્રેન્ચ પત્રકાર સેલિન નોનીએ જણાવ્યું કે આ સંબંધ 2006માં શરૂ થયો હતો. પુતિન અને એલિનાને બે પુત્રો છે, જેમના વાસ્તવિક નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. તેમના બાળકોને  ‘સ્પિરિડોનોવ’ નામ આપવામાં આવ્યું છે. જે પુતિનના દાદાનું નામ હતું.

putin1

પુતિનના દાદા સ્પિરિડોન પુતિન, સોવિયેત નેતાઓ લેનિન અને સ્ટાલિન માટે રસોઇયા હતા. પુસ્તકના લેખક, રોમન બદાનિન કહે છે કે પુતિનનું જીવન ઢોંગથી ભરેલું છે. તેઓ કહે છે કે પરંપરાગત પરિવાર પ્રત્યે પુતિનના વિચારો સતત બદલાતા રહે છે અને માત્ર તેમના રાજકીય હિતો માટે કામ કરે છે.

error: Content is protected !!