
દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ વે ભારતનો સૌથી મહત્ત્વકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ છે. જેની કુલ લંબાઇ 1350 કિ.મી છે. ગુજરાતમાં આ એકસપ્રેસ વે વડોદરાથી વિરાર 426 કિ.મી છે. ભરૂચના મનુબારથી નવસારીના ખારેલ સુધી 102 કિ.મીનો વિસ્તાર છે.
ભરૂચથી ખારેલ સુધીનો એક્સપ્રેસ વે નવેમ્બર 2025ના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવશે. કીમ અને અંકલેશ્વર પાસે થોડું કામ બાકી છે તે પુરુ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. મતલબ કે અમદાવાદથી નવસારી સુધી સડસડાટ એક્સપ્રેસ વે માર્ગથી પહોંચી શકાશે. 8 લેનનો આ એક્સપ્રેસ વે છે.
દિલ્હી-વડોદરાનું કામ હજી ચાલું રહ્યું છે અને વડોદરા વિરારનો મોટાભાગનો વિસ્તાર તૈયાર છે, પરંતુ વલસાડથી વિરારનું કામ હજુ ઘણું બાકી છે એટલે વલસાડથી વિરારનો એકસપ્રેસ વે પુરો થતો હજુ દોઢ વર્ષ લાગી શકે છે.
