fbpx

ગુજરાતના 5 શહેરોની આજુબાજુ સરકાર સેટેલાઇટ ટાઉન બનાવશે

Spread the love

ગુજરાતના 5 શહેરોની આજુબાજુ સરકાર સેટેલાઇટ ટાઉન બનાવશે

ગુજરાત સરકારે 5 મુખ્ય શહેરોની આજુબાજુના વિસ્તારને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે અને તેના માટે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ઉચ્ચસ્તરીય કમિટી પણ બનાવી દેવમાં આવી છે અને સરકારે પ્રારંભિક 50 કરોડનું ફંડ ફાળવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના આ 5 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટનો સમાવેશ થાય છે.

અમદાવાદની નજીકમાં સાણંદને સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરાશે, ગાંધીનગરમાં કલોલ, વડોદરામાં સાવલી, સુરતમાં બારડોલી, રાજકોટમાં હિરાસર નક્કી કરવામાં આવ્યું છે.

દરેક સેટેલાઇટ ટાઉનમાં સ્માર્ટ પોલ, CCTV,વાઇ-ફાઇ ઝોન, ઇ- ચાર્જિંગની સુવિધા હશે
સાણંદ સેમી કંડકટર હબ છે, કલોલ ફાર્મા અને ટેક્સટાઇલ ઝોન છે, સાવલીમાં નવા 12 ગામોનો સમાવેશ થવાનો છે. બારડોલીમાં નવા બસ ડેપો અને માર્કેટ યાર્ડ બનવાનું છે અને હિરાસરમાં એરપોર્ટ પ્રોજેક્ટ છે.

error: Content is protected !!