fbpx

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

Spread the love

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ ભયાનક ધમાકામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 2-3 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે તેવી પણ સંભાવના છે.

02
  • તીવ્રતા: આ ધમાકો હાઇ ઇન્ટેન્સિટીનો હતો અને એટલો શક્તિશાળી હતો કે 5-6 ગાડીઓના ફુરચા ઉડી ગયા હતા.
  • સમય: ફાયર બ્રિગેડને ધમાકાની માહિતી સાંજે 6 વાગ્યાને 55 મિનિટે મળી હતી.
  • તપાસ: ઘટનાસ્થળે એનઆઈએ (NIA), દિલ્હી પોલીસ, ફોરેન્સિક અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમ તપાસ માટે પહોંચી રહી છે, જે બ્લાસ્ટના પ્રકાર અને કારણની તપાસ કરશે.
  • નુકસાન: ધમાકાને કારણે આસપાસની સ્ટ્રીટ લાઇટ્સ પણ તૂટી ગઈ હતી.
  • ઘાયલો: સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટને કારણે ઘણા ઘાયલોને એલએનજેપી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
  • ભીડ: જે સમયે આ ધમાકો થયો તે સમયે ત્યાં ખૂબ ભીડ હતી. ઘણા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ધમાકા બાદ કારમાં ભીષણ આગ લાગી હતી અને તેની ચપેટમાં 7-8 અન્ય ગાડીઓ પણ આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

04

ધમાકાની ઘટના બાદ સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હાલના સંજોગો જોતા આ કોઈ મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે તેવી આશંકા સેવાઇ રહી છે. સાવચેતીના ભાગરૂપે નજીકનું ચાંદની ચોક માર્કેટ બંધ કરી દેવાયું છે, અને લાલ કિલ્લાની આસપાસના સમગ્ર વિસ્તાર અને રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

લાલ કિલ્લા પાસે થયેલા ધમાકાથી સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. શરૂઆતની તપાસમાં આ માત્ર સ્થાનિક ધમાકો નથી લાગી રહ્યો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે આજે જ દિલ્હી નજીક ફરીદાબાદમાં 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો મળી આવ્યો છે.

જોકે, આ બંને ઘટનાઓને હાલમાં જોડવી ઉતાવળભરી હશે. ઉલ્લેખનીય છે કે, એમોનિયમ નાઇટ્રેટ એ જ કેમિકલ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે વિસ્ફોટક બનાવવા માટે થાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ એમોનિયમ નાઇટ્રેટ જુદા જુદા સૂટકેસ અને પ્લાસ્ટિક કન્ટેનરોમાં ભરેલો હતો.

01

ધમાકો કારમાં લાગેલી સીએનજી (CNG) ને કારણે થયો કે પછી અન્ય કોઈ કારણોસર, તે વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસની ટીમ દરેક પાસા પર તપાસ કરી રહી છે.

error: Content is protected !!