
સુરતના અડાજણ વિસ્તારમાં જાણીતી સુરભી ડેરીના ગોડાઉન અને ફેકટરી પર SOGએ દરોડા પાડીને 955 નકલી પનીર પક઼ડી પાડ્યું છે.. ડેરીના માલિકે પોલીસ સમક્ષ કબુલી પણ લીધું છે કે, હા, અમે નકલી પનીર બનાવીએ છીએ અને વેચીએ છીએ.
સુરત SGOના DCP રાજદીપ સિંહ નકુમે મીડિયા સાથેની વાતચીતમા કહ્યું કે,માહિતીને આધારે અમે ખટોદરામાં આવેલા એક ગોડાઉનમાં દરોડા પાડ્યા ત્યારે ખબર પડી કે આ ગોડાઉન અડાજણની સુરભી ડેરીનું છે. આ નકલી પનીર ડેરીના સાયણમાં આવેલા મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાંથી લાવવામાં આવ્યું હતું. માલિક શૈલેષ પટેલે કહ્યુ હતું કે, તેઓ રોજનું 200 કિલો નકલી પનીર બજાર ભાવ કરતા અડધા ભાવે વેચતા હતા.
જ્યારે સાયણ ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે ભાગીદાર કૌશિક પટેલે કબુલી દીધુ હતું કે, હા, અમે નકલી પનીર બનાવીને હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને વેચીએ છીએ.
